________________
રાવબહાદુર જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી
એ કામ પુરૂં થએ એઓ અમદાવાદના ડેપ્યુટી એજ્યુઃ ઇન્સ્પેકટર તરીકે પાછા આવ્યા. એ વખતે સરકારે એમના કામની કદર કરી રાવસાહેબને ખિતાબ એમને આપે.
સને ૧૯૦૮ માં સુરતના ડેપ્યુટી એજયુઃ ઇન્સ્પેકટર તરીકે એમની બદલી થઈ. જ્યાં જ્યાં એમણે કામ કર્યું ત્યાં ત્યાં એમના કામના સરકારે વખાણ કર્યા અને લોકપ્રિયતા પણ એમણે પ્રાપ્ત કરી. ૧૯૧૪ માં એ છે. રા. ટ્રેનિંગ લેજના પ્રિન્સિપાલ નીમાયા અને ૬ માસની અંદર ઉત્તર પ્રાંતના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરની માનવંતી પદ્ધી પ્રાપ્ત થઈ અને રાવબહાદુરને ખિતાબ મળ્યો. ગુજરાતી તરીકે આ જગ્યા મેળવનાર એ પહેલાજ હતા. એ જગ્યા ઉપર એમને ૫૫ વર્ષ પછી ૧ વર્ષ વધારે પણ આપવામાં આવેલો સને ૧૯૧૬ ની આખરે એઓ વાનપ્રસ્થ થયા અને થોડા વખત પછી પોતાના વતન સુરતમાં જઈ રહ્યા. ત્યાં એમને ફર્સ્ટ ક્લાસ ઓનરરી મેજીસ્ટ્રેટ નીમવાને કલેક્ટર મી. રોથીÒ ઈચ્છા જણાવી પણ એમણે આવી જંજાળ ન જોઈએ એમ કહી એ કામ લેવાની ના પાડી. પરંતુ ૧૯૧૯ માં સુરત મ્યુનિસિપાલીટીએ ફરજીઆત કેળવણી દાખલ કરવાનો ઠરાવ ત્યારે એમને કુલ કમીટીમાં સરકારે નિયુક્ત
ક્ય તેની ના કહેવાય નહી કારણ એ એક શહેરને માટે અગત્યની સેવા હતી. તેઓ નિયુક્ત સભ્ય હોવા છતાં સ્કુલ કમીટીના ચેરમેન ચુંટાયા. એ એમની લોકપ્રિયતા બતાવી આપે છે. અહિં એમને અનુભવ મ્યુનિસિપાલીટીને ઘણું કામ લાગ્યો, વિદ્યાર્થી શાળા અને શિક્ષકોની સંખ્યા લગભગ બમણું થઈ ગઈ. તે વખતે એમના બહોળા અનુભવથી કામ સરળતાથી પાર ઉતાર્યું. આ રીતે ઘણા અગત્યના કામમાં રોકાયા હતા ત્યારે ૧૯૨૧ ના જાન્યુઆરીમાં પાછળ ચાર પુત્ર, એક પુત્રી અને એક વૃદ્ધ માતુશ્રી મૂકી દેવલોક થયા. એમની બોટ સુરતને ઘણી લાગી અને શહેરીઓએ એક જાહેર સભા બેલાવી શક પ્રદર્શિત કર્યો.
ગરીબાઈમાં બાલ્યાવસ્થા ગાળી ઉચ્ચ કેળવણી લઈ ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર થવાનું માન પ્રાપ્ત કર્યું તે એમને સ્વાશ્રય, ખંત, કાર્યકુશળતા અને વ્યવહારિકતા દર્શાવે છે. એઓ હંમેશાં આનંદી અને ઉદાર સ્વભાવથી જેના જેના સંસર્ગમાં આવ્યા તેની પ્રીતિ સંપાદન કરી શક્યા હતા.
:: એમની કૃતિઓ :: ૧ જગતનો ઇતિહાસ. ૨ બ્રાહ્મણના સોળ સંસ્કાર.
૭૧