________________
રા. બા. માહનલાલભાઇ રણછેાડદાસ ઝવેરીનું આત્મકથન
વરસની આખરે એટલે નવેમ્બરમાં મારા પિતા મને મુકી ગયા. મેં એક વરસ ભરૂચમાં અભ્યાસ અંગ્રેજીને કર્યાં હતા તેથી સુરતમાં છેક છેલ્લા કલાસમાં મને ન બેસાડતાં તેથી ઉપલા વર્ગમાં દાખલ કર્યાં. તે કાળે મારી સાથે શીખવામાં ઉમેદરામ આણંદરામ તથા રા. બા. ઉમેદરામ રણછેડદાસ વિગેરે હતા. અમારા વના પાર્ક મી. લાડકોખા આત્મારામ વકીલ લેતા હતા. તે પહેલા વર્ગમાં હાવાથી વડા નીશાળીઆ માફક નીચલા વર્ગો ભણાવવામાં મી. દાદાખાને મદદ કરતા. વાંચકમાં હું નીચલા વમાં હતા પણ ગણિત કામમાં પહેલા વર્ગમાં હતા. કેમકે ગુજરાતીમાં ગણીત શીખેલા હતા. વચકમાં મારા નંબર ત્રીજો ચેાથેા રહેતા પણ ગણીતમાં ઉપર નંબર રહેતા. મારે અભ્યાસ સારા હેાવાથી સને ૧૮૪૩ માં મને પ્રેામેાશન મળવાથી ઉપલા વર્ગમાં ચઢાવ્યા. ત્યાં મેકલકસ M Cullouch's થર્ડ રીર્ટીંગ બુક ચાલતી. સુરતની અંગ્રેજી સ્કૂલનું કામ સારૂં ચાલવાથી તથા વિદ્યાર્થિ એની સંખ્યા વધવાથી ખેડ એફ એજ્યુકેશન તરફથી ઈંગ્લીશ હેડમાસ્તર વિલાયતથી મગાવ્યેા હતેા, તે સને ૧૮૪૩ માં આવી પહોંચ્યા. એ હેડમાસ્તર તે મી. ગ્રીન હતા, જે નેટીવાના હકમાં ઘણી સારી ઈચ્છા રાખતા હતેા. તેને હાથ નેટીવાનું ઘણું ભલું પણ થયું છે. એ માસ્તર આવ્યાથી ભણાવનાર બે જણા થયા, તેથી વિદ્યાર્થિઓને અભ્યાસ ધણીજ સારી રીતે ચાલ્યા. સને ૧૮૪૪ ના જુન માસમાં સ્કોલરશીપની પરીક્ષા આપવા સારૂ સુરતની સ્કુલમાંથી નેશરવાનજી ચાંદાભાઇ તથા કહાનદાસ મછારામ મુંબઈ એલ્ફીન્સ્ટન કૉલેજમાં પાસ થવા સારૂ ગયા. તેમાંથી નેશરવાનજી પાસ થયા ને કહાનદાસ રહી ગયા, તે તથા આનંદરાવ સાંપાજી સુરતથી નવા ઉમેદવાર ગયા, તે એજ વરસના ડીસેમ્બરમાં પાસ થયા. સને ૧૮૪૫ માં મને મુંબઈ મેાકલવાને મી. શ્રીને મારા પિતાજીને કહ્યું. સારા નસીબે એજ વરસમાં મારા પિતાને પણ ખેડે ગુજરાતી તારમલ કલાસના શીક્ષકનું કામ કરવાને હુકમ કર્યો હતા, તેથી મને ઘણું અનુકુળ પડયું. તેમની સાથે જુન માસમાં આગએટની મુસાફરી કરી મુંબઈ ગયા તે ત્યાં કેૉલેજની પ્રવેશક પરીક્ષામાં દાખલ થયેા. સારા નસીબે હું પાસ થયા તે મને દશ રૂપીઆની સ્કેલરશીપ મલી તથા આગખાટના ભાડાના પણ રૂ. ૧૦) મળ્યા.
આ અરસામાં એલપીન્સ્ટન ઇન્સ્ટીટયુશનના મકાનની પાસે ફરામજી કાવસજીના તલાવ પાસે નવી પુસ્તકશાળા સ્થાપન થઇ હતી, તેમાં અમારી
૩૫