________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આમથના
૨. પ્રોફેસર બેલનું આપેલું સરટીફીકેટ.
. પ્રોફેસર એરલીબારનું આપેલું સરટીફીકેટ. ૩. પ્રોફેસર મેકડુગલનું આપેલું સરટીફીકેટ. છું. બુદ્ધિવર્ધક સભાના કારોબારી મંડળ તરફથી મળેલું માનપત્ર.
તા. ૧ લી નવેમ્બર ૧૮૫૩ થી સુરત અંગ્રેજી સ્કુલમાં પહેલા મદદનીશ માસ્તરના દ્ધાનો ચાર્જ મેં લીધો. તે વખતે તે સ્કુલના હેડમાસ્તર મી. ગ્રેહામ હતા. મારી નીમણુક થવાથી એ સાહેબ ઘણું રાજી થયા; તેઓ મારી સાથે ઘણી મમતાથી વર્તતા હતા. એ સાહેબ પાસે ત્રણ એદ્ધા હતાઃ અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર–ગુજરાતી દેશી નિશાળોના સુપ્રીટેન્ડેટ અને નિશાળને સારૂ વિદ્યાર્થીઓ રાખી મહેતાજીએ તૈયાર કરવાના નૈરમલ કલાસના ઉપરી. નોરમલ કલાસને શીખવવાનું કામ મી. નંદશંકર તુળજાશંકર કરતા–ને સુપ્રીટેડંટના કલાર્ક મી. જીવણરામ જયાનંદ હતા. સ્કુલના આસીસ્ટંટ માસ્તરે આશરે આઠ નવ હતા. છોકરાઓની સંખ્યા પણ સારી હતી. મારા આવ્યા પછી થોડા દિવસ પહેલા વર્ગનું શિક્ષણ સાહેબે જાતે કરતા ને બીજો વર્ગ મને સો હતા. ધીમે ધીમે સાહેબે પહેલો વર્ગ તથા બીજો વર્ગ બંને મારા તાબામાં સેપ્યા અને પોતે ફક્ત દેખરેખનું જ કામ કરતા. પિતે મુંબઈ જઈ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી આવ્યા, તેમાં પાસ થયા, એટલે ગ્રંથકર્તા થવાનો લોભ થયો, અને લાર્ડન કૃત યુકલીડનું ભાષાંતર કરવાનું કામ આરંભ્ય ને તેમાં મારો તથા મી. નંદશંકરનો આશ્રય લઈ ત્રણ પુસ્તક તૈયાર કર્યા. તે બોર્ડ ઓફ એજ્યુકેશને છપાવ્યાં. તે બાબત સાહેબને બોર્ડ તરફથી રૂા. એક હજાર ઈનામમાં મળ્યા તે પોતે ઉદાર દિલથી મી. નંદશંકરને તેમના શ્રમ બદલ આપ્યા. એ સિવાય મીકેનીકલ પ્રોબ્લેમ્સને તરજુમો મારી પાસે સાહેબે કરાવ્યો હતો પણ તે છપાયો નથી.
એક વરસ લગી ઘણી સારી રીતે હેડમાસ્તર સાથે સારું કામ ચાલ્યા બાદ એક પ્રસંગ એવો આવ્યો કે તેથી મારે સાહેબની ગેર મેહેરબાની વેઠવાનો વખત આવ્યો. નવેંબર, ડિસેંબર અને જાનેવારી એ ત્રણે માસ સાહેબને ગુજરાત પ્રાંતની નિશાળોની પરીક્ષા કરવા સુરતથી બહાર જવું પડયું; એટલે સ્કુલનો ચાર્જ મને સોંપીને પછી પોતે મુસાફરીએ નીકળતા. સન ૧૮૫૪ ના નવેંબરમાં એ બનાવ બન્યું કે સાહેબ પરગણામાં ગયેલા અને નિશાળોને અખત્યાર મારી પાસે હતા, તેવામાં કુવાની જાત્રા તથા
૪૧.