________________
રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
નવી નિશાળનો બંદોબસ્ત કર્યો ને રોમાસામાં હેડ કવાર્ટર, સુરત આવી. રહ્યો. પાછી મુસાફરી અકબરમાં શરૂ કરી, તે સાલ પુરી થતાં લગી ફેરણનું કામ જારી રહ્યું હતું.
દસ્તરના નવા નમુના મી. હોપે મહેતાજીઓને સારૂ નવા રચેલા તે દાખલ કરવામાં આવ્યા. તેમાં રોજમેળ, ખાતાવહી (બ્લેનના તાલુકા તથા ગામના નમુના મુજબના) હતા, તે મેહેતાજીઓને સમજ ન પડવાથી દરેકને શીખવવા તથા તૈયાર કરવા મારા કારકુનને ઘણોજ શ્રમ વેઠ પડતો.
સન ૧૮૫૭ ની શરૂઆતમાં નિશાળોની સંખ્યા વધવાથી ડેપ્યુટી ઈસ્પેકટરોની સંખ્યા વધારવાની સરકારને જરૂર જણાયાથી ગુજરાત ખાતે ત્રણ નવા ડેપ્યુટી નીમ્યા. તેમને પગાર રૂા. ૭૫ ને ઠરાવ્યું. ભરૂચ જીલ્લો મારા તાબામાંથી છૂટે પાડી, મી. દોલતરામ ઉત્તમરામને સોંપ્યું. ખેડા. જીલ્લો રા. સા. પ્રાણલાલના હાથ તળેથી કાઢી, મયારામ શંભૂનાથને સ, અને ઘોઘા તથા ધંધુકા બે તાલુકાને એક ડેપ્યુટી ઠરાવ્યો, તે જગા મારા કારકુન મી. જીવણરામ જયાનંદને સેંપી. તેથી મારા હાથ નીચે. પ્રાણજીવનદાસ રામદાસ સુરત અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થિને નીખે. એ માણસ, મને ઘણો જ ઉપયોગી થઈ પડ્યો હતો. એણે કઈ પણ ઓફીસમાં કામ કરેલું ન છતાં પણ સરકારી રીવાજથી તથા દફતરી કામથી માહિતગાર થયો. એ ઘણો પ્રમાણિક હતે.
ઈ. સ. ૧૮૫૭ ના ઉનાળાની મોસમથી ત્રણ નવા ડેપ્યુટીઓ નીમાયા, એટલે મારે ફરવાને પ્રદેશ ઓછો થયો હતો. પરંતુ સર જમશેદજી બાટલીવાળાની નિશાળો મારા તાબામાં હોવાથી ચીંચણ તારાપર લગી મારે, જવું પડતું હતું. તેમજ વાંસદાના રાજાએ નિશાળ સ્થાપના કરી હતી, તેથી પૂર્વમાં વાંસદા લગી ફરવું પડતું. વળી સુરત જીલ્લામાં નિશાળોની સંખ્યા બીજા જીલ્લાઓ કરતાં વધારે હતી એટલે મારા કામમાં મને આરામ છેડેજ મળી શકતા.
મારા ઉપરીને મારા પર ઘણો જ વિશ્વાસ હોવાથી મારી ભલામણવાળાં માણસોને તેઓ જગા તરત આપતા. મારી ઓફીસમાં ઉમેદવારી કરનાર ગુલાબદાસ ગોપાળદાસને ખેડા જીલ્લાના અલીણા ગામમાં મહેતાજીની જગા રૂ. વીશના પગારની આપી હતી, તેમજ મારા કારકુનની જગા ખાલી પડવાથી મેં પ્રાણજીવનદાસ રામદાસની ભલામણ કરેલી, તેને પણ જગા આપી હતી. હું ઘણે સંતોષ માનું છું કે, મારી ભલામણવાળા
૪૫