________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મર્થન
જગા આપી. હેડમાસ્તરની સાથે એ પણ કામ કરવું પડયું એટલે અસલ મુજબ પગાર કાયમ રહ્યા. ઉત્તર વિભાગને સારૂ રા. સા. પ્રાણલાલ મથુરાદાસ વીઝીટર નીમાયા.
ઈ. સ. ૧૮૫૫ ના એપ્રીલ માસમાં સ્ટેશનરીનું ઈડેન્ટ કરવાને મી. ગ્રેહામને વખત આવ્યાથી તેમણે જે ઇડેટ મોકલ્યું તે ઈન્સ્પેકટરે સુધારવા સારૂ પાછું મોકલવાથી સાહેબનો મીજાસ ઘણોજ બગડયો, ને એકદમ રાજીનામુ મોકલવાથી એ જગા પર મારી નીમણુક થઈ, અને તા. ૧૩ ડિસેંબર સને ૧૮૫૫ ને રોજ મેં ચાર્જ લીધે. મારી નીમણુક વરસને માટે પ્રોબેશનરી એટલે અજમાયશી હતી.
આ ખાલી પડેલી વીઝીટરની જગા સારૂ ઉમેદવાર ભરૂચની અંગરેજી સ્કુલના હેડમાસ્તર મી. કાવસજી એદલજી મસાણી હતા. પરંતુ ડા. હારિકનેસ મી. હોપને ભલામણ કરવાથી તથા મી. હોપ સુરત મી. ગ્રેહામ પાસે ચાર્જ લેવા આવેલા ત્યારે આશરે કલાકેક હમારે સંભાષણ થયું હતું તે પરથી એ સાહેબે મારે સારૂજ સરકારમાં ભલામણ કરી હતી.
સને ૧૮૫૫ ના ડીસેંબરના પાછલા પખવાડીઆમાં મેં મુસાફરીને આરંભ ભરૂચ જીલ્લાથીજ કર્યો. પ્રથમ જબુસર તાલુકામાં ગયો. ત્યાંના મામલતદાર એછવરામ જીવણરામે મને સારો આશ્રય આપ્યો. મુસાફરીમાં મારી જોડે ઓફીસના બે સીપાઈ તથા ગુલાબદાસ ગોપાળદાસ સુરતના બેગમપરાના રહેવાસી તથા સુરત અંગ્રેજી સ્કુલના બીજા કલાસના વિદ્યાર્થિ અને એક ચાકર હતા. મારા કારકુન જીવણરામ જયાનંદે એક માસની રજા અગાઉથી લીધી હતી તેથી તે સાથે આવી શક્યા નહીં. મને જગા મળવાથી મી. ગ્રેહામ ઘણુ ખુશી થયા હતા અને એમને તંબુ મેં વેચાતો માગે છતાં પણ મફત આપી દીધું અને બોલ્યા કે ભરૂચની સ્કુલના હેડમાસ્તર કાવસજીને જગા ન મળતાં તમને મળી તેથી હું ઘણો રાજી થયો છું. મારી સ્કુલ તપાસવા તમને આવવા દઈશ પણ કાવસજી નીમાયા હેત તે તેને મારી સ્કુલના કપડામાં પણ પિસવા ન દેત. પાછલો બધો ક્રોધ એમને મારા પર હતું તે શાંત થયલો જણાયો.
જંબુસર પરગણામાં બે ત્રણ ગામમાં નવી નિશાળ સ્થાપન કરવાની ગોઠવણ કરી હતી. આશરે એકાદ માસ ફર્યા પછી આમોદ વાગરા તાલુકા ફરી ભરૂચ તાલુકામાં આવ્યો. ઉત્તર તાલુકામાં ફક્ત બેજ નિશાળો સરકારી હતી. જંબુસર તથા આમેદ, તેની પરીક્ષા લીધી. વાગરા તાલુકામાં નિશા
૪૩