________________
રા. ખા. મેાહનલાલભાઇ રણછેોડદાસ ઝવેરીનું આત્મકથન
ભરૂચમાં રહીને રજા આપવાની એપ્રીલ મે માં
તરફથી લખાણ આવ્યું કે, જો એ ડેપ્યુટી આજ઼ીસકામ કરવા ચાહે છે તે તે પરવાનગી હમે આપી છે ને હકની જરૂર નથી; એવા મહેરબાન ઉપરીએ હતા. એ વરસના લગ્ન રૂડી રીતે કર્યા, પણ તેમાં એક ખામો આવી જે એ હતી કે મારી એપીસ જે ઢોળાવ પર શેઠ ગોવીંદલાલ વિજભુખણદાસના ઘરમાં રાખેલી હતી તેમાં ચેારી થવાથી આશરે રૂ।. ૧૫૦) નું નુકશાન થયું ને સરકારી સીલીકના રૂપીઆ પણ ગયા હતા તે ભરવા પડયા.
સન ૧૮૬૩ના જુલાઈ માસમાં મી. રસલ સાહેબે સઘળા ડેપ્યુટીએને અમદાવાદમાં એકઠા કર્યા હતા કે, સર્વે ટ્રેનીંગ કાલેજમાં શીખવવાને મદદ કરે. તે વળી અમારે ત્રણ માસ ત્યાં રહેવું પડેલું. મે મારા મુકામ હમેશ પ્રમાણે રામની પાળમાં મારા મિત્ર અચરતલાલ મલને ત્યાં ન રાખતાં રા. સા. મહીપતરામના બંગલામાં રાખેલા હતા. એ બંગલા ટ્રેનીંગ કોલેજની પાસે હીરાલાલ ફેાજદારવાળા હતા, તેને ત્રીજે માળે મારા નિવાસ હતા. ગોપાળજી સુરભાઈ દેસાઇ પણ મારી પડેાસમાંજ રહેતા હતા. અમારા સૌને છુટકા અકટાબરમાં થયે. રસલ સાહેબ જાતે ઘણા ભલા આદમી, માજશેાખવાળા ને દયાળુ હતા. એક દાખલા તરીકે કહું છું કે, એક દિવસે સાહેબના હુકમ મુજબ સઘળા ડેપ્યુટીએ તથા ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલે સાંજે પાંચ વાગતે સાહેબને મળવા સારૂ હાજર થઇ વરદી કહેવડાવી. અમને સૌને ઉપર ખેલાવ્યા. સાહેબ પણ ડાહ્યાભાઈની વાડીમાં જ્યાં ટ્રેનીંગ કોલેજ હતી ત્યાં અગલામાં રહેતા હતા, પોતે દાદરને મેાખરે આવીને ઉભા રહ્યા. જેવા અમને દીઠા કે તરતજ પોતે ખેલ્યા “You wisemen of the East I have got no time to talk with you as I am going to sleep. Please come at some other suitable time when I call for you.” અમે નિરાશ થયા ને પાછા પોતપોતાને મુકામે ગયા. સાહેબને ભવાઈ જોવાના શાખ થયા તેથી જાતે પચાસ રૂપીઆ આપી સારામાં સારા નાયક ટોળાંને ખેલાવી વાડીના ક`પાઉંડમાં ભવાઈ કરાવી, તેમાં સઘળા કાલરાને તથા ડેપ્યુટી વગેરે માસ્તરાને તેડયા હતા. એક વાર એક મદરાસી શતાવધાન અમદાવાદમાં આવ્યા હતા તેના ખેલ જોવાને પચાશ રૂપી આપ્યા. એવા એ સાહેબ મનમેાલા હતા. આ સઘળી રમુજો અમારા મુકામ અમદાવાદમાં હતા ત્યારે થઇ હતી. પ્રત્યેક ડેપ્યુટીને યોગ્યતા પ્રમાણે ભૂમિતી, બીજ ગણીત, ઇતિહાસ વગેરે કૉલેજમાં
૧૩