________________
રા. બા. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથને
સંબંધી સુધારાના વિચાર પોતાની નગ્રીના લોકોમાં ચરચાતા કીધા ને પ્રજાકામ સરકારના સંબંધમાં મરતાં સુધી કીધાં. રણછોડદાસના મોટા દીકરા મોહનલાલે બુદ્ધિવર્ધક સભાના પહેલા સમયમાં સારાં સારાં ભાષણ કર્યો હતાં. તે નાના દીકરા મનમેહનદાસ તે હમણાં ભરૂચની પ્રાર્થના સમાજમાં કવિતા વાણીએ પ્રાર્થના તથા ભાષણો કરે છે. રણછોડદાસને પિતાને વેદાંતના ગ્રંથ વાંચવા પર પ્રીતિ હતી એવી અમારી સ્મૃતિ છે,
સુરતના મહૂમ સુપ્રસિદ્ધ વકીલ કાળાભાઈ ગુજરાત તેમજ મુંબાઇના નામાંકિત પુરૂષોના સંસર્ગમાં ઘણા આવેલા તેઓએ રા. બા. મોહનલાલભાઈ માટે નીચેની હકીકત જણાવી હતી.
મી. કાળાભાઈ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે એમના પિતા લલ્લુભાઈ મુનસફે રા. બા. મેહનલાલને એક મ્હોટી Tea-Party આપેલી (ચાહા પાણીને મેળાવડો કરેલો.) આજે એવા મેળાવડા સાધારણ છે પરંતુ તે કાળમાં એવા મેળાવડા કવચિત જ થતા જે અસાધારણ ગણાતા હોવાથી તેને બહુ મહત્ત્વ અપાતું. એ મેળાવડા સમયે રા. બા. મેહનલાલે જે પ્યાલા રકાબી વાપરેલાં તે કુટુંબમાં સ્મરણ ચિન્હ તરીકે એમણે જાળવી રાખેલાં. એ મેળાવડાના મહત્ત્વનું એક બીજું પણ કારણ એ હતું કે તેમાં નાહાનાં છોકરાંને શિખવવા માટે એક નિશાળ (Infant School) કાઢવાને વિચાર થયેલો ને ત્યાંને ત્યાંજ એ બાબતની એક કમીટી નક્કી થઈ, જેના સરનશીન રા. બા. મેહનલાલ હતા અને મી.મોતીરામ ભગુભાઈ તથા રા. લલ્લુભાઈ મુનસફ સેક્રેટરી હતા. મતીરામ પ્રાણજીવનદાસ, નાનાભાઈ હરીદાસ, મહીપતરામ રૂપરામ, લલ્લુભાઈ કેશવલાલ અને કહાનદાસ મંછારામ મેમ્બર હતા. દર મહીને નીચલા સગ્રહસ્થા તરફથી નાણાની મદદ મળતી. જેથી એ સ્કુલ ચાલતી. મીર જાફર અલીખાન, મુલ્લાંજી સાહેબ, શેઠ બમનજી ભાવનગરી, આત્મારામ ભુખણવાળા, શેઠ મંછુભાઈ, દીવાનજી મીઠારામ દયારામ, શેઠ ચુનીભાઈ ચકા વગેરે. મીસીસ હેનરી હોબાર્ટની પણ એમાં મદદ હતી (સન ૧૮૫૪–૫૫). ગોપીપરામાં અસલ જે જગાએ થીઓસોફીકલ સોસાઈટીનું મકાન હતું ત્યાં એ સ્કુલ બેસતી, અને મી. જટાશંકર નામના એક નરમલ સ્કોલરને રા. બા. મેહનલાલની ભલામણથી માસ્તર નીમવામાં આવ્યો હતો. મી.. કાળાભાઈ, એમનાં બહેન તથા ઠાકોરદાસ ચુનીભાઈ ચકાએ સ્કૂલના પહેલા બાળ નિશાળીઆ હતા. કંડર
પહ