________________
ર. સા. મયારામ શંભુનાથ ચરિત્ર
પગારથી મળી તે કબુલ કરી, તેથી મી. હારકનીસ સાહેબ ગુસ્સે થયા ને એક પગાર નહીં આપે (પછી તે મહીને નોકરીમાં ગણાય છે) સને ૧૮૫૫ માં મુનસફની પરીક્ષા નાનાભાઈ હરિદાસ સાથે આપવા ગયા, તેમાં સદર અદાલતના હારીસન સાહેબે નાની ઉંમર ગણી દાખલ કર્યા નહીં.
એજ સાલમાં રમતી કમાઈ જોઈ એક ઘર પિતાની છોકરીના નામનું લખાવી લેઈ ભટ કૃષ્ણારામ મોટા તથા તેમની સ્ત્રી લખમકુંવરે, વડાભાઈ દીનાનાથને પડતા મુકી પિતાની દીકરી રૂખમણી ૭ વર્ષની મયારામ વેરે લગ્ન કર્યા. (એ વખતને અનુસરી મયારામને તેમ કરવું પડ્યું) એ લગ્ન થયાથી કાંઈક કરજ થયું, તથા પોતાના વડાભાઈ દીનાનાથ (જે ભુજમાં મહેતાજી છે) તેની મદદ કરવી, એવા હેતુથી કચ્છમાં થરપારકરના કલેકટરના હાથ નીચે નોકરી કબુલ કરી ત્યાં ૧૫ વર્ષ શર્ટ સાહેબના હાથ નીચે સ્વારીમાં તથા ભૂજમાં નોકરી ક્ય પછી સન ૧૮૫૭ની સાલમાં મુનસફની પરીક્ષા આપવા માટે સાહેબની રજા માગી તે ન મળી, તેથી પરીક્ષાની મહેનત બંધ કરી.
ખબર મળી કે ખેડા વગેરેમાં ડેપ્યુટિ ઈન્સ્પેકટરની જગ્યા નવી નીકળનાર છે, તે સાંભળી મહેરબાન હોપ સાહેબને અરજ કરી, તેમાં હારકનીસ સાહેબ તરફથી મળેલું સરટીફીકેટ બીડેલું, તેથી તે સાહેબને હેપ સાહેબે પુછતાં રીતભાત ચાલચલગત હોંશિઆરીની માહિતી સારી મેળવી, અને ખેડા જીલ્લાના ડેપ્યુટિ ઇન્સ્પેક્ટરની જગા રૂ. ૭૫) ની તથા દરરેજ રૂ. ૨) ભથે એ રીતે તેમણુક કરી પ્રેબેસન રીતે આપી. તેમાં વર્ષ એક બરાબર હેશિઆરીથી તથા ચાલાકીથી નોકરી કરી એટલે બહાલ કર્યા. સન ૧૮૫૮ ની સાલમાં બુક કમીટિમાં મેમ્બર દાખલ નીમાયા. અને સન ૧૮૫૯ ના ફેબ્રુવારિ માસમાં ખાનદેશના ડેપ્યુટિ ઇન્સ્પેકટર દાખલ નમણુક થઈ ત્યાં ભાષા તથા લખાણ મરાઠી છતાં ઉપરી સાહેબ હોપ સાહેબની એટલી તે મહેરબાની થઈ કે પહેલે વર્ષે રાવસાહેબને કીતાબ ઇનાયત સરકાર પાસે કરાવ્ય, એ કીતાબ તેમની હૈયાતી સુધી તેમને રહે એવો ગયા જુન માસમાં (સન ૧૮૭૭ ના) ઈડિઆ સરકારનો હુકમ આવ્યો. બીજે વરસે. રૂ. ૧૫૦ ના પગારથી થાણના ડેપ્યુટિની જગા માટે તથા રૂ. ૩) દરરોજ ભથા માટે ભલામણ કરી, પણ પ્રથમની ભલામણ જગ્યા કાઢી નાંખવાથી તથા બીજી ભલામણ સરકારને સન ૧૮૫૭–૧૮ ના બંડના ખર્ચ બહુ થયાથી નાણુની તંગીને લીધે મંજુર થઈ નહીં. પણ હપ સાહેબે એક લેટર