________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મેહેતાજીની જગ્યા મળી નહીં, અને સને ૧૮૪૬માં મેહેતાજીએને તૈયાર કરવા માટે નોર્મલ કલાસ નીકળે તેમાં શીખવા રૂ. ૫) ના પગારે ભયારામનું નામ નેધાયું. તેથી મી. હારકનીસ ઘણું ખુશી થયા. પણ તેમાં જે છોકરાઓ શીખવાને આવ્યા હતા, તેઓ ઘણું કાચા હતા, તેથી તેમને પેહેલેથી શીખવવાનું શરૂ કર્યું. તેમાં થોડા દિવસ રહ્યાથી મયારામને લાગ્યું જે આમાં વરસ ૧-૧ સુધી મારું અખેલુંજ શીખવવામાં આવશે, તેથી તેટલે વખત કટ જશે. તેથી મી. હારકનીસને કહ્યું કે અમારી અંગ્રેજી શીખવવાની ખુશી છે, માટે અંગ્રેજીમાં બેસવા પરવાનગી આપે, એ સાંભળી સાહેબ બહુ ગુસ્સે થયા, અને કહેવા લાગ્યા જે તમારે વાતે આટલી મહેનત કરી સરકારમાં લખ્યું તથા તમારે પગાર બાંધી આપે તે સઘળું પાણીમાં નાંખવાનું કરે છે? પણ મયારામે કહ્યું કે અમારાં બે વર્ષ ફોકટ જાય તેટલામાં તે અમો અંગ્રેજી બે ચાર બુક શીખીશું, તેથી સાહેબે નાખુશ થઈ અંગ્રેજી શીખવાની રજા આપી પણ કહ્યું કે તમને પગાર મળશે નહીં. તોપણ અંગ્રેજી શીખવાને વિચાર છો નહિં, અને શીખવાનું શરૂ કર્યું.
ખાધાપીધાને આધાર સન ૧૮૪૩ માં મુંબઈ આવ્યા પછી એમના મેસાઈભાઈ ઘેલાભાઈને ત્યાં રહ્યા તથા રસેઈપણ કર્યું. પણ ભણવું બરાબર નહી થયાથી ૧ વરસ પછી જુદા રહ્યા. અને ભણાવવા જતા ત્યાં રૂ. ૫) ને આસરે મહીને મળતા; તે ઉપર તથા ખુટતા રૂપીયા પિતાની મા પાસેથી મંગાવી અંગ્રેજી વર્ષ બેને સુમારે ભણ્યા, એટલે અંગ્રેજીમાં સન ૧૮૪૭ની સાલમાં રૂ. ૫) ને પગારે ગુજરાતી શીખવવામાં મેનીટર રહ્યા પછી સન ૧૮૫૦ ની સાલમાં આસીસ્ટંટ માસ્તર બે કલાક ગુજરાતી શીખવવાને અંગ્રેજી સ્કુલમાં રૂ. ૧૨) ના પગારે નીમાયા. અને અંગ્રેજી કેલેજની પ્રવેશક પરીક્ષામાં પાંચમે નંબરે પાસ થયા, અને રૂ. ૧૦) ના પગારની સ્કોલરશીપ મેળવી, ત્યાં કોલેજમાં વરસેક અભ્યાસ કરી ગુજરાતી મુખ્ય સ્કુલમાં મુખ્ય મહેતાજીની જગે સન ૧૮૫૧ માં રૂ. ૩૦) ના પગારે નમણુંક થઈ તે દરમ્યાન પણ સાહેબ લેકને ગુજરાતી શીખવતા તેને પણ પરચુરણ રૂ. ૨૫-૩૦ દર માસે પગાર મળતો. એ રીતે સન ૧૮૫૫ ની સાલ સુધી મુખ્ય મહેતાજીની નોકરી કરી. તે દરમ્યાન મી. હારકનીસ મયારામ ઉપર ઘણા ખુશી હતા અને તેઓ પિતાના પુત્ર પ્રમાણે ગણતા. છેલે કચ્છમાં થરપારકરના કલેકટરના હેડ આકોટની જગા રૂ. ૪૦) ના