________________
ગ્રંથકાર ચરિત્રાવલી
પરથી તુંમારે। તથા લખાણ ચાલતાં સન ૧૮૭૩માં અંત આવ્યેા. સરકારે તે ગ્રંથ લઈ ને પેાતાને માથે છાપવાની ના કહી. પણ જો હું મારે જોખમે છપાવું તેા સરકાર તે પુસ્તકની કેટલીક પ્રત લાઈબ્રેરી સારૂ રાખશે તથા નિશાળેામાં ઈનામેામાં વાપરવા પરવાનગી આપશે એમ જણાવ્યું. સરકારે તા ફક્ત ૧૭૦ નકલ રાખી. પણ ઈનામ વગેરે કામ સારૂ ખરીદવામાં આવીને હજાર ખીજી નકલ પૂરી થઈ. એની કીમત રૂ. ૧) રાખી હતી તે માળખાધ અક્ષરે છાપી હતી. હવે તેમાંની શેાધી નકલ જડતી નથી.
સન ૧૮૭૦ના સપ્ટેંબર તા. ૧૫ થી ઇન્સ્પેક્ટરની એપીસના ચાર્જ મારી પાસે હોવાથી અકટોબરમાં તા. ૧ થી તા. ૨૨ સુધી ગુજરાત ટ્રેનીંગ કાલેજની વાર્ષિક પરીક્ષા લેવા સારૂ અમદાવાદમાં રહેવું પડયું. તે વેળા મુકામ પણ કોલેજની ઇમારતમાંજ રાખ્યા હતા.
સને ૧૮૭૧ના એપ્રીલની તા. ૧ થી મારા પગારમાં રૂ. ૨૫) ને વધારા થયા એટલે રૂ. ૧૭૫) ને ખદલે રૂ. ૨૦૦) મળવા લાગ્યા.
પોતાના સમયના કેળવણીકારા તેમજ પ્રખ્યાત સાહિત્ય રસિકો સાથે એમને સારા સંબંધ હતા ને એ સંબંધ એમના સ્વર્ગવાસ સુધી ચાલુ રહ્યો હતા. બુદ્ધિવર્ધક સભાના સભ્યા, વાંચન પાઠમાળાના એમના સહકાર્ય કરો, ઉપરાંત કવિ નર્મદ જેવા અન્ય વિદ્વાને સાથે પણ એમને સંબંધ હતા. સુરતની પાસે આવેલા અડાજણ ગામની નિશાળ કવિ નર્મદાશંકરને હાથે એમણે ખુલ્લી મુકાવી હતી.* કવિ નર્મદાશંકર એમને તથા એમના પિતા વિષે નીચે પ્રમાણે પેાતાના ધર્મવિચારમાં જણાવે છે:——
પ્રથમ ચાપડીએ અને મહેતાજીએ તૈયાર કરવામાં, ને નિશાળેા થયા પછી વ્યવસ્થા તથા વૃદ્ધિને અર્થે શ્રમ લીધા જેણે, તે ભરૂચના મેાઢ વાણીઆ રણછેડદાસને અમે આરંભ કાળા ગુજરાતની પ્રસિદ્ધિને પહેલા પુરૂષ કહીશું. તેનાજ ભણાવેલા દુર્ગારામ મહેતાજીએ મંત્રાદિક તથા પુનČગ્ન
* મુંબઇના અઠવાડીક પત્ર “ગુજરાતી” માં સને ૧૯૦૮ ની સાલમાં આ આત્મકથન પ્રસિદ્ધ થએલું; તે રા. ખા. મેાહનલાલને પાતાને હાથે જ લખાએલું હાવાથી પ્રસિદ્ધ કર્યું છે. ત્યારબાદને અહેવાલ એમના કુટુંબ તરફથી મળ્યા છે.
* એ શાળા ખુલ્લી મુકતી વખતે જોડવામાં આવેલા દોહરાનું અધ પદ નીચે મુજબનું મળી આવે છે:
“ ધન્ય અડાજણ ગામને, ધન્ય અહિંના લોક, ”
૫૮
ވ