________________
ગ્રંથકાર ચરિત્રાવલી
સન ૧૮૬૮ના ફેબરવારીમાં મારા પુત્ર મગનલાલ તથા મારી પુત્રી તારાગવરીનાં લગ્ન કર્યો.
સન ૧૮૬૮ના અકટોબરમાં શુકલતીર્થની યાત્રા, એજ વરસના ક્રીસ્ટમસ (નાતાલ)ના તહેવારમાં ભરૂચ ખાતે સંગ્રહસ્થાન થયું હતું. તેની યોજના કરનાર મી. હોપ સુરતના કલેકટર હતા. ઘણા દેશોના રાજા જેવા કે ગાયકવાડ, નાંદોદ, ધરમપર, વાંસદા તથા મુંબઈના ગવરનર તથા ઘણું પરદેશીઓ આવ્યા હતા. સંગ્રહસ્થાન ઉઘાડવાની ક્રિયા ગવરનર સાહેબે કરી હતી. એ પ્રસંગે એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મી. કરટીસ હતા. તેમણે ગુજરાતની નિશાળને દશ દિવસની રજા આપી હતી તેથી ઘણું મહેતાજીએ તથા ડેપ્યુટીઓ ભરૂચ આવ્યા હતા. હાઈટરોડ પર આવેલી જીનીંગ ફેકટરી અમજદ બાગ નામે ઓળખાય છે, તેમાં એ સંગ્રહસ્થાનનો મંડપ રચવામાં આવ્યા હતા તથા સડકને ઉત્તર પાસે ગવરર, રાજાઓ, યુરોપીઅનો વગેરેને સારૂ તંબુઓ મારવામાં આવ્યા હતા ને મોટી શભા સડક પર કમાનોથી તથા વાવટાથી કરી હતી.
સંગ્રહસ્થાનમાં જાત જાતનું કાપડ, વાસણો, યંત્ર. વગેરે ગોઠવ્યાં હતાં. ને દરબાર તથા સંગ્રહસ્થાન જેવાને સારૂ ટીકીટ (પાસ) કાઢી હતી, તે બે જાતની હતી. પહેલા વર્ગના પાસની કીમત રૂ. પાંચ ને બીજા વર્ગની રૂ. ત્રણ હતી. એ પાસ દશ દીવસ સંગ્રહસ્થાન ખુલ્લું રહ્યું ત્યાં સુધી કામ આપતી હતી. એક પાસેથી ઘણા જુદા જુદા માણસો જોઈ શકતા. એ સંગ્રહસ્થાન ઉઘડયું ત્યારે ગવરનરે મોટી ભવ્ય દરબાર મંડપમાં ભરી હતી. માણસ તથા વાહનની ગરદી એટલી થઈ હતી કે, એક પોલીસ સ્વારનો ઘેડો ચમક્યું ને તે કઠેરામાં ગુંચવાઈ પડવાથી પગ ભાગે, તેને તરતજ ગોળી મારી પુરે કરવામાં આવ્યો હતો.
એજ વખતે મી. કરણીસની જગ્યા પર ડા. ખૂહલર નીમાવાથી તેઓ ચાર્જ લેવા આવ્યા હતા. મી. કટીસ પિતાની જગાનો ચાર્જ મને સોંપીને ગયા હતા તેથી મેં ઓફીસનો ચાર્જ આયે.
મી. કરટીસના હાથ તળે તથા ડાકટર મ્યુલરના હાથ તળે કેવું કામ બજાવેલું તેના દાખલાને સારુ પરીશીષ્ટ ( ) તથા ( ) માં તેમનાં આપેલાં સરટીકેની નકલ છે.
સન ૧૮૬૯માં વિશેષ વર્ણન કરવા જેવું નથી, પણ ડાકટર મ્યુલરના હાથ નીચે સખત કામ કરવાનું હતું. તે નવા હતા, ગુજરાતીનું સ્વલ્પ જ્ઞાન
૫૬