________________
ગ્રંથકાર ચરિત્રાવલી
રા. સા. મયારામ શંભુનાથ ચરિત્ર
રાવસાહેબ મયારામ શંભુનાથને જન્મ, ગામ મેાતા, તાલુકે કડાદ જીલ્લે સુરત, ઇલાકે મુંબાઈમાં, સંવત ૧૮૮૬ના ચૈત્ર સુદી ૧૩, મુકાખીલ મા સને ૧૮૩૦ ઇસ્વીને રાજ થયા હતા. ( તારીખ, વારની ખબર નથી. ) એ જાતે હિંદુ (ગુજરાતી) માતાળા બ્રાહ્મણ (મેાતા ગામ ઉપરથી માતાળા બ્રાહ્મણ નામ પડયું હોય એમ લાગે છે. ) એમના પૂર્વજો સારા કુટુંબના તથા વિદ્વાન હતા, અને ધકૃત્યના કામમાં ઘણા કુશળ હતા. એમના દાદા, ભાઇદાસ, એમના વખતના ગામના નાના તડના તડવાઈ પટેલ હતા, અને તેમનું સારાકુળ એટલે શામકુળમાં ભારદ્રાજ ગોત્રીની કન્યા દુધીદેવી સાથે લગ્ન થયું હતું અને તેમના પિતા શંભુનાથ કાવ્યમાં એટલા તેા કુશળ હતા કે આધે આવેના વિદ્યાર્થીએ તેમની કીર્તિ સાંભળીને તેમની પાસે વિદ્યાભ્યાસ કરવા આવતા. એ શંભુનાથ એવા ગુણી અને શાંત સ્વભાવના હતા કે એમને સામેથી કોઈ એ પત્થર મારી આંખ ફાડી નાંખી, તાપણુ તેની ઉપર ફરિયાદ કે કાંઈ દુર્ભાષણ કર્યાં વગર બેસી રહ્યા અને ખેાલ્યા કે થવાકાળ થયું એમાં બીજાને વાંક નથી. વળી તે એટલા શરમાળ હતા કે તેમની વિદ્વતા જોઇ તેમને પુણામાં ગૃહસ્થાને ત્યાં કથા પુરાણ કરાવવા તેમના સગા સ્નેહી લેઇ ગયા; ત્યાં મેઢામાંથી ભાષણ પણ પુરેપુરૂં થતું નહતું, એ કામમાં પાર પડયા નહિ, ત્યારે પોતાના જજમાનનાં ગામ રાજપરામાં પેાતાની ઉદરપાષણ વૃત્તી જીવતાં સુધી તેમણે ચલાવી. તેમના સ્વભાવ તેમની વાક્ય સિદ્ધિ તથા નિભતા તથા દાન પ્રતિગ્રહના અનાદરની વાતા હજી સુધી તેમના જજમાનામાં ચાલે છે. તેમનું લગ્ન ભારદ્વાજ ગોત્રમાંના મેટા કુલીન શીવદત આણુ દભટના દીકરા મયાભટની વચલી દીકરી નામે કાશી વેરે થયું હતું.
રા. સા. મયારામ એ કાશીની કુખે આઠ છેાકરાંઓમાંના સૌથી નાના દીકરા ઘણી દીલગીરીની વેળાએ જન્મ પામ્યા હતા. એમના જન્મ સમયે એમની એન નામે પ્રાકાર જે આશરે આઠ વર્ષની હતી, તે તરતજ રાંડી હતી. તેથી સઘળા નાતના લોકોમાં તથા તેમના કુટુંબમાં રડાપીટ ચાલતા હતા. તેથી એમની માનેા એમના ઉપર બહુજ તે વખતે અનાદર હતા, અને તે એમને પુરેપુરૂં ધવરાવતાં પણ નહિ. અને તેમનું ધે ડીગ અહાર વાડામાંજ પડી રહેતું હતું, કેાઈ દરકાર રાખતું ન હતું. તેથી પાડાપડેશી ધવરાવતાં, અગર નિહ તા એમની મા જે છેાડી રાંડયાને લીધે ખુણે રહેતાં
ફર