________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગાનની રૂઢી મુજબનાં માડલ તથા મણકાનાં ફ્રેમ, પીકચરા વગેરેની મદદથી ત્યાં મગજની કેળવણી શરૂ કરવામાં આવતી. કીંડર ગાનની પતિનું મૂળ તે વખતથીજ રા. બા. મેાહનલાલના પ્રયાસથી રેાપાયલું એમ આ ઉપરથી જણાય છે.
રા. લલ્લુભાઈની મુંબઈ સદર દીવાની અદાલતમાં બદલી થઈ ત્યાં સુધી એ શાળા ચાલી. પછી ૧૮૫૭ માં મી. મોતીરામ ભગુભાઈના હાથમાં ચાર્જ આવ્યા. જેમણે બધે! સામાન તથા શાળાને બક્ષીસ મળેલું ધડીઆળ પણ વેચી નાંખ્યાં, મોડેલ, પીકચર વગેરેને કેવી રીતે ઉપયોગ કરવા તે બતાવવા રા. બા. મેાહનલાલ વારંવાર એ શાળામાં જતા.
એમને ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, ઊર્દૂ ભાષાઓનું સારૂં જ્ઞાન હતું. ઉર્દૂ ભાષા તે પેાતાના એદ્દાને અંગે શીખવી પડેલી. સુરતમાં ઊ શાળાએ હતી. તે તપાસવાનું કામ પણ એમને માથે હતું. આજની માફક તે સમયમાં દરેક જીલ્લામાં સંખ્યાબંધ ડેપ્યુટીએ ન હતા. એમના આત્મકથન પરથી જણાશે કે એમને એકલે હાથે કેટલી બધી શાળાએ તપાસવી પડતી હતી. પોતાના એદ્દાને અંગે જેટલું જેટલું જાણવાનું તથા શીખવાનું આવશ્યક લાગે તેટલું શીખી લેવું એ હેતુથી ઉર્દૂના અભ્યાસ કરેલે.
એમનું સામાન્ય જ્ઞાન પણ ઘણુંજ ઊંચા પ્રકારનું હતું. ગણીતમાં તે આજે જે ધારણ M. A.માં છે ત્યાં સુધીના એમનેા ખીજ ગણીતનેા અભ્યાસ હતા. પદાર્થો વિજ્ઞાનમાં પણ Newton'sના Principiaને એમના સારે। અભ્યાસ હતા.
એમની લાઇબ્રેરીમાંના પુસ્તકોની યાદી પરથી જણાય છે કે ગુજરાતી-અંગ્રેજી ચેાપડીઓ ઉપરાંત એમાં મરાઠી ચાપડીઓ પણ સારી સંખ્યામાં હતી.
સ્વભાવે એએ શાંત, સદા હસ્તા મહેાડાના, કસાયેલા શરીરના, કુટુંબ પ્રેમી હતા એટલુંજ નહીં પણ હાથ નીચેના માણસો પ્રત્યે પણ વાત્સલ્ય ભાવ રાખતા. જુના નાકરા સરદારખાં તથા શીવાજી નામે હતા તેમના પર ડેટના ઠેઠ સુધી ભાવ રાખેલો એટલુંજ નહીં પણ તેમના ગંભીર દોષો પ્રત્યે પણ ઉદાર ભાવથી જોતા. એમના સ્વભાવ એટલા શાંત તથા મનનું એકાગ્રપણું એવું સરસ હતું કે એએ લખતા વાંચતા હોય ત્યાં છોકરાંએ તાફાન કરે, જીમ બરાડા પાડે પણ તેથી કાઈ દિવસ પણ છેકરાંઓ પર ગુસ્સે થતા નહીં.
F