________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
સુધી ભાષણો આપ્યાં તથા સામાન્ય જ્ઞાન વગેરે વિષયે કથિત પાઠ આપી શીખવવાનો મહાવરો પાડે. - જ્યારે સન ૧૮૫૮ માં હું અમદાવાદ હતા ત્યારે મ્યુઝીઅમ એટલે છોકરાઓને પાઠ સમજવામાં ઉપયોગી પડે એવા પદાર્થોનો સંગ્રહ કરવાનું કામ પણ મને સેપ્યું હતું. તે પ્રમાણે અમદાવાદની ટ્રેનીંગ કોલેજને સારૂ મેં સંગ્રહસ્થાન રચ્યું હતું.
મારા જુના કારકુન જીવણરામ જયાનંદ જેમને હોપ સાહેબે ઘોઘા વિભાગના પ્રોબેશનરી ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેકટર સન ૧૮૫૭માં નીમ્યા હતા, તેમણે એજ્યુકેશન ખાતામાંથી બદલી કરાવી અને આબકારી ખાતામાં સુરતના ડેપ્યુટી એકાઉંટંટ થયા, પણ ત્યાંથી રાજીનામું આપી પાછા પિતાની અસલ કારકુનની જગા પર મારા તાબામાં આવ્યા, એટલે મહેનતુ ને વિશ્વાસુ પ્રાણજીવનદાસ રખડતા થયા; તેઓ આંખના દરથી બહુ હેરાન થયા હતા.
ભરૂચ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર મી. દોલતરામ ઉત્તમરામ ઉપર ઉપરીને કોઈ શક લાગવાથી તેમની ખાનગી તપાસ કરી તેમને નોકરી પરથી દૂર કર્યા હતા અને તેમની જગા પર કોઈ લાયક માણસ ન મળવાથી નીમણુક ન થઈ, તેથી ચાર વરસમાં ભરૂચ જીલ્લાનો ચાર્જ પાછો મારી પાસે આવ્યો. ભરૂચ વિભાગ સાથે ઘોઘા વિભાગ પણ જોડાયો હતો, કારણ તે રા. સા. મહીપતરામના તાબામાં હતા. પણ તેઓ વિલાયતની મુસાફરીએ જવાથી ભરૂચ સાથે જોડી દીધે હતો ને ખેડાના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર રા. સા. મયારામને ખાનદેશ છલામાં મોકલવાથી તે ખાલી પડેલી જગા રા. સા. મહીપતરામને આપવામાં આવી હતી.
આ ઉપરથી સમજાશે કે મારા તાબામાં દમણગંગાથી તે મહી સુધી તથા પશ્ચિમમાં કાઠીયાવાડમાં આવેલા અમદાવાદના બે પરગણા ઘોઘા તથા ધંધુકા એટલા વિસ્તારવાળી જગા હતી, તેમાં મુસાફરી કરવાનું ઘણું મુશ્કેલ હતું, પણ એટલો તે આરામ હતો કે તાબામાં બે કારકુન અને ચાર સિપાઈ હતા.
હોપ સાહેબની બદલી ગવરનર સર જોઈ કલાકના પ્રાઇવેટ સે કેટરીની જગા પર થયાથી ઈન્સ્પેકટરનો ચાર્જ રીચી સાહેબની પાસે આવ્યો. થોડી મુદતમાં તેની પણ બદલી થવાથી કરટીસ સાહેબને ચાર્જ સે હતો. પણ ડીજ મુદતમાં તેમને પાછા હેડમાસ્તરની જગા પર મોકલી