________________
ગ્રંથકાર ચરિત્રાવલી
સન ૧૮૫૯ ના ફેબરવારીમાં દોલતરામ પાસેથી મેં મારા ચાર્જ લીધા. ફેબરવારીમાં પા આવ્યા ત્યારે ડાકાર થઇને આવ્યા હતા કારણુ એ ગુજરાતનું પ્રસિદ્ધ ધમ સ્થળ મારા જોવામાં આવ્યું નહેતું. મારા મિત્ર પરાગજી વલ્લભભાઇ ઉમરેઠની નિશાળના માસ્તર હતા તેમણે મારૂં આતિથ્ય સારૂં કર્યું હતું.
સન ૧૮૫૯ ના મારચ અપ્રેલ ને મે ત્રણ માસ નિશાળાની પરીક્ષા કરીને પા। મી. દોલતરામને ચાર્જ આપી મને મુંબઇ જવાને હુકમ હે।પ સાહેબે કર્યાં. હાપસાહેબ કેટલા વિવેકી તે સભ્ય હતા તે એ પરથી જણાશે કે મારા કારકુનને મી. દોલતરામના હાથ હેઠળ સાંપ્યા પણ મારી એપીસના બંને પટાવાળાને મારી સાથે મુંબઇ લઇ જવાનેા હુકમ કર્યો હતા. છ વરસે મુંબઇમાં વસવાને વખત આવ્યા. સારે સંજોગે મારી અસલ રહેવાની એરડીજ મને મળી કેમકે તેમાં મારા ભાણેજ જગન્નાથ ગોપાળદાસ રહેતા હતા. મુંબઇમાં સન ૧૮૫૯ ના અર્કટાબર સુધી રહેવાનું થયું. તે દરમ્યાન મારી હસ્તક નીચે લખ્યા મુજબનાં કામા હતાં.
૧
વાંચનમાળાની ચેાપડીએ છપાવવી, તેનાં પ્રુફ તપાસવાં.
૨ ખપ પડે તે એ કામ સારૂ પ્રેસમાં જવું ને પ્રીંટરને સમજીતી આપવી. ૩ બીજ ગણીત “Taihe's Algebra" નું ભાષાંતર કરાવવું તે તે છપાવવું.
૪ નિશાળાને સારૂ મેોટા નકશા જીલ્લા, પ્રાંત, ખંડ વગેરેના તૈયાર કરવામાં મદદ કરવી. એ નકશા તૈયાર કરવા સારૂ મી. ફાલનને હાપ સાહેબે કામે લગાડયેા હતેા. તે ફુરજા ખાતામાં નોકર હતા. ત્યાંથી એક માસની રજા લેવડાવી તેને એ કામ સોંપ્યું હતું.
સાત વાંચન ચાપડી તથા પાઠાવલી તથા કવિતા સંગ્રહ વગેરે પુસ્તકો છપાવી મારા કામથી ફારક થઈ પાછા મારી નેકરી પર હું હાજર થયેા.
સન ૧૮૬૦ના વરસમાં એવા હુકમ થયેા હતેા કે ડેપ્યુટી ઈન્સ્પેકટરાએ નવી નિશાળ પદ્વતી વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાન પોતાના તાખાના હુશીઆર મેહતાજીએને એક સ્થળે એકઠા કરી ભાષણને રૂપે આપવું તથા કથિત પાઠ કેમ આપવા, તેને પણ અભ્યાસ કરાવવા. તે મુજબ મે નવસારી, મુકામે આશરે પંદર મેહતાજીને ખેલાવી પદર વીશ દીવસ
૫૦