________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ધુળીઆ મહાદેવને છેલ્લા સામવાર હાવાથી વિદ્યાર્થીએની અરજ પરથી, આસીસ્ટંટ માસ્તરની સલાહ લઈ, રજા આપવામાં આવી ને સ્કૂલ બંધ કરી. જે દિવસે રજા પડેલી તે દિવસે મી. ગ્રેહામ ડીસ્ટ્રીકટમાંથી સુરતમાં આવેલાઃ તેમણે એક આસીસ્ટંટ માસ્તર મી. પીરાજશાતે સ્કુલમાં ફરતે દીઠા એટલે તેને પુછ્યું કે આજ રજા છે તે તું કેમ આવ્યા ? તેણે કહ્યું આજ કઇ તહેવાર નથી તે રજા આપી છે, એવું હું જાણતા પણ નથી, એટલે સાહેબને મીજાસ ગયે ને તેમણે ત્રીજે દિવસે એટલે રજાને ખીજે દહાડે સઘળા આસીસ્ટંટાને પાંચ પાંચ રૂપીઆ દંડ કર્યો. તે મારે તથા મી. નંદશંકરને પંદર પંદર રૂપી દંડ કર્યો. તે તે સઘળા રૂપીઆ એકઠા કરીને સાંજે કારકુનને મારી પાસે મેકળ્યા કે આ પૈસાની ચાપડી ખરીદ કરી ગ્રીન લાઇબ્રેરીમાં” માં મુકવી છે, માટે આ કેટલગમાંથી તમે તથા બીજા આસીસ્ટંટ માસ્તરે એકત્ર થઇ બુકે પસંદ કરે. આ હુકમ સાંભળી મને ક્રોધ આવ્યા તેથી મે જવાબ કહેવડાવ્યા કે એ દંડના રૂપીઆમાંથી લાઇબ્રેરીને સારૂ ચેાપડીએ લેવાય નહિ. એ બાબત એડ એફ એજ્યુકેશનની મંજુરી મેળવ્યા પછી ઠરાવ થશે. ખીજે દિવસે મે અરજી તૈયાર કરી સાહેબને આપી ને અરજ કરી કે અમારા દડ ગેરવાજબી થયો છે માટે તે અમને પાછો મળવા જોઈ એ. મારી અરજી વાંચી સાહેબ ગભરાયા–તાવની ધ્રુજારી ચઢી ને રાતના ખુબ હેરાન થયા, તે સવારે પાણીફેર માટે ખભાત જવાનો ઠરાવ કરી એકદમ વહાણ ભાડે કરી ખંભાત ગયા. એક માસ પછી સુરત પાછા આવી ચાર્જ લીધે તે સૌના દંડના રૂપીઆ પાછા આપ્યા. એ દિવસથી સાહેબની મેહેરબાની કમી થઇ. એમની આંખે ઝાંખ વળી તેથી ભેાંયરામાં નિવાસ કર્યો, વખત બે વખત સ્કુલમાં આંટા મારી જતા.
ઇ. સ. ૧૮૫૪ માં કોર્ટ ઓફ ડીરેક્ટર્સના ડીસ્પાચ કેળવણી સંબંધી આવ્યાથી ફેરફાર થવાના પ્રસંગ આવ્યા. એ એફ એડયુકેશન સરકારે બંધ કરી અને મુંબાઈ ઇલાકાને સારૂ ડીરેક્ટર એક પબ્લીક ઈન્સ્ટ્રકશન તથા પ્રાંતાને સારૂ એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર તથા જીલ્લાને સારૂ તેના હાથ નીચે વીઝીટર એફ સ્કુલ્સ નીમવામાં આવ્યા. ગુજરાત પ્રાંતની નિશાળાના ઉપરી એટલે સુપ્રીન્ટેન્ડન્ટ મી. ગ્રેહામ હતા તેની જગા પર જે ઇન્સ્પેક્ટર હૌં, તેમણે મી. ગ્રેહામ પાસે ચાર્જ લીધે તે એ સાહેબને ગુજરાતના દક્ષિણ વિભાગના એટલે સુરત તથા ભરૂચ જીલ્લાની નિશાળેાના વીઝીટરની
૪૨