________________
રા. બા. મેાહનલાલભાઇ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
એ કન્યાશાળામાં હું તથા મારા મિત્રા ગંગાદાસ, પ્રાણલાલ, હરીવલ્લભદાસ વગેરે સવાર-સાંજ કેટલાક વિષયેા શીખવવા જતા. હું કવિતા શીખવતા હતા તથા ગરખીએ ગાતાં શીખવતા હતા. જ્યારે ફંડ ભેગું થયું ત્યારે બળવંતરાય નામે એક નાગરને કાયમ પગારદાર શિક્ષક રાખ્યા હતા.
સ્ત્રી કેળવણીના વિરેાધી પક્ષ ગુજરાતી હિંદુઓમાં ભારે બળવાન હતા. માટે લોકને સમજુતી કરવાને બુદ્ધિવર્ધક હિંદુ સભામાં વારંવાર એ વિષય પર નિબંધ। વંચાતા ને ચર્ચા ચાલતી. ભરૂચના રહેવાશી માણેકલાલ ગોપાળદાસ પણ એક સભાસદ હતા. તેમણે સ્ત્રી કેળવણી વિષે એક નિબંધ વાંચ્યા, તે પર ઘણું વિવેચન કરી તે સભાએ છપાવ્યું તે તે લેાકેામાં પ્રસિદ્ધ થવા સસ્તી કીંમતે એટલે એ આને વેચ્યા. એ સભાનું પ્રથમ ચેાપાનીઉં એ કહેવાય. એમાં જે વિવેચન કરેલું છે તે મારા મિત્ર ગંગાદાસની સૂચનાથી મેં તૈયાર કરી આપ્યું હતું. મુંબઇના નામાંકીત ગૃહસ્થેા શેઠ હરજીવનદાસ માધવદાસ તથા શેઠે જગન્નાથ હેમરાજ તથા કરસનદાસ માધવદાસ વગેરે અમને ધણું આશ્રય આપતા હતા. કારણ તેમને સમજાવનાર પ્રેસર પાટન તથા ગંગાદાસ વગેરે હતા.
સભામાં ખીન્ને વિષય “ દેશાટણ વિશે” કરસનદાસ મૂળજીએ વાંચ્યા હતા, ને તે ઉપર સારી રીતે ટીકા કરી સભાએ છપાવ્યેા હતેા. એક વાર “ઇલેકટ્રીક ટેલીગ્રાફ” વિષે સભામાં મેં ભાષણ આપ્યું હતું તે પણ સભાના આશ્રયથી છપાયું હતું.
સ્ત્રી કેળવણીને ફેલાવા કરવા સારૂ સભાએ ઘણા શ્રમ લીધા હતા, એ બાબતનું છપાયલું પુસ્તક સભાના કારાબારીએએ સુરતમાં બાળકૃ ણુજીના મંદીરના મહારાજ શ્રીજ રતનજીને વંચાવા તથા તે વિષે તેમની મંજુરી મેળવવા મારા પિતા મારફત મેાકલ્યું હતું, ને તેમણે પણ તે વાંચીને પેાતાની સંમતી આપી હતી.
હેકરીઓની નિશાળને સારૂ સુમેાધક કવિતા સરકારી નિશાળામ વપરાતી ખેાધવચનની ચેાપડીને અનુસરીને મારા ભાઈ મનમોહનદાસ રણછેડદાસે “નીતિખાધક કવિતા” ભાગ પહેલા તથા ખીો એ નામે તૈયાર કરી આપ્યા હતા તે સભાએ છપાવ્યા હતા ને કન્યાશાળાઓમાં વપરાતા કર્યાં હતા. એ કવિતા ઘણી સરસ અને સરળ હતી. તે સીવાય એધવચન પણ પદ્યમાં રચ્યું હતું પણ તે છપાયું નથી.
૩૯