________________
રા. બા. મેાહનલાલભાઇ રણછેાડદાસ ઝવેરીનું આત્મકથન
એલીન્સ્ટન ઇન્સ્ટીટયુટને લગતા મરાઠી તથા ગુજરાતી નેારમલ ક્લાસ સન ૧૮૪૫ ના વરસમાં એ એફ એજ્યુકેશને મરહુમ બાળ ગંગાધર શાસ્ત્રીના ઉપરીપણા હેઠે સ્થાપન કીધા હતા. તેમાં ગુજરાતી તથા મરાઠીના ઈન્સ્પેકટરા રા. રણછેાડદાસ તથા રા. ગંગાધર શાસ્ત્રીને સહાય કરી રાખ્યા હતા. બાળગગાધર શાસ્ત્રી જાભેકરનું મરણ એક વરસની મુદતમાં થયું તેથી તે વનું ઉપરીપણું રા. ખા. દાદોબા પાંડુરંગ તરખડને સાંપ્યું. પણ એ સગૃહસ્થ ગણિત કામમાં ધણા કુશળ ન હોવાથી ગણિત શાસ્ત્ર શીખવવાને એ મને રૂ. ૧૫) ના માસીક પગારે નીમ્યા હતેા. તે કામ મે' તા. ૭મી જુન સને ૧૮૪૭ થી તા. ૩૧ અટાબર સને ૧૮૪૮ સુધી ચલાવ્યું, ત્યાર પછી તે વર્ગના સધળાવિદ્યાર્થિઓને મહેતાજીની જગા મળવાથી તે બંધ કરવામાં આવ્યા. હું એ વર્ગોના વિદ્યાર્થિઓને એટલે મરાઠી તથા ગુજરાતી બેઉ જાતના વિદ્યાર્થિઓને ખીજ ગણિત–ભૂમિતિ સંગતી કરણત્રિકામિતિ વગેરેના અભ્યાસ કરાવતા હતા.
કાલેજમાં અભ્યાસ કરતા હતા તે વેળા મને મુંબાઈના નામાંકીત સદ્ગુહસ્થ જગન્નાથ શંકરશેઠે પોતાના પુત્ર વિનાયકરાવને ગણિત શીખવવા સારૂ રૂ. ૧૫ ના માસીક પગારે શિક્ષક રાખ્યા હતા. દરરાજ એક કલાક ભણાવવા જતા હતા. એ કામ મેં સને ૧૮૪૮ ના અકટોબર માસથી સને ૧૮૪૯ ના નવેમ્બર સુધી કર્યું હતું.
સન ૧૮૪૮ ના નવેમ્બર માસમાં મારા પિતાજી પાછા ગુજરાત તરફ સિધાવ્યા, કારણ અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર મી. ગ્રીન જે ગુજરાત ખાતે દેશી નિશાળાના સુપરીન્ટેન્ડન્ટ હતા તેમને એલપીન્સ્ટન ઈન્સ્ટીટયૂટના પ્રીન્સીપાલની જગા મી. હારકનેસ રજા પર વિલાયત જવાથી મળી હતી, અને ગુજરાત ખાતે નીશાળેાની કોઈ દેખરેખ રાખનાર હતું નહીં. વળી નેારમલ કલાસ પણ બંધ થયા હતા. એમ થવાથી મારે એકલાજ મુંબઈમાં રહી મારૂં ગુજરાન ચલાવવું પડયું. આ અરસામાં હું કાળકાદેવીના રસ્તા પર શેઠે રામદાસ હીરાશાની ચાલમાં ત્રીજે માળે રહેલા હતા.
હું કોલેજમાં દાખલ થયેા ત્યાર પહેલાં ‘Students' Literary and Scientific society" ” નામે વિદ્યાર્થીઓની સભા સ્થાપન થએલી હતી જેના પ્રમુખ બાળગંગાધર શાસ્ત્રી જાંબેકર આસીસ્ટંટ પ્રેોફેસર હતા. એના સભાસદ નવરેાજી ફરદુનજી, દાદાભાઈ નવરાજી, નારાયણ દીનાનાથજી વગેરે વિદ્વાન ગૃહસ્થેા હતા. તેમાં કાલેજના વિદ્યાર્થીઓ તથા આસી
३७