________________
ગ્રંથકાર ચરિત્રાવલી
કેલેજના વિદ્યાર્થિઓ સભાસદ થયા હતા ને હું પણ સપ્ટેમ્બર સને ૧૮૪૫ થી દાખલ થયે હતો. તેમાં વર્તમાન પત્રો, માસીક એપાની તથા નવાં પુસ્તકે ઘણાં આવતાં હતાં.
કેલેજમાં મારા પ્રોફેસરોમાં ડા. હારકનેસ, પ્રોફેસર એરલીબાર, પ્રેફેસર હેડરસન ને પ્રોફેસર બેલ મારા શિક્ષક હતા. Literature, Mathemetics, History and Geograply, Chemistry તથા એ વિષયે અનુક્રમે એ પ્રોફેસરો શીખવતા હતા.
સ્કેલરશીપ રૂ. ૧૦ ના પગારની દોઢ વરસ સુધી ચાલી, અને તા. ૧લી જાનેવારી ૧૮૪૭ થી મને વેસ્ટ સ્કોલરશીપ રૂ. ૧૫) ના પગારની મળી. સને ૧૮૪૬ માં એ સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયો. ત્યાર પછી એજ વરસના જુન માસમાં મેં નોરમલ સ્કોલરશીપની પરીક્ષા આપી ને તેમાં પાસ થયો એટલે રૂ. ૨૦ ના પગારની સેકંડ કલાસ રમલ કેલરશીપ મળી. તે સને ૧૮૫૦ ના મેની આખર લગી ચાલી. તા. ૧લી જુન સને ૧૮૫૦ થી એલફીન્સ્ટન ઇસ્ટીટયુશનમાં આસીસ્ટંટ માસ્તરની જગ રૂ. ૪૦) ના પગારથી મળી.
એ રીતે કોલેજમાં કુલ ત્રણ વરસ ને અગીઆર માસ મેં અભ્યાસ કર્યો, તે દરમ્યાન મારા ઘણા શિક્ષક થઈ ગયા. Literature ને Political Economy શીખવવામાં બે જણા વારાફરતી થયા. પ્રોફેસર હારકનેસ અને પ્રોફેસર ગ્રીન (મારા સુરતના હેડમાસ્તર), ગણિત વિષય ને ખગોળ વિદ્યાના શીક્ષક પ્રોફેસર ઓરલીબાર)–ત્યાર પછી પ્રોફેસર પાટન ને પ્રોફેસર મેકગાલ ને છેલ્લે દાદાભાઈ નવરોજી, ઇતિહાસ ભૂગોળ શીખવનારામાં પ્રોફેસર હેંડરસન ને પ્રોફેસર રીડ, ને રસાયનશાસ્ત્ર તથા વન
સ્પતિશાસ્ત્ર શીખવનાર પ્રથમ મી. બેલ અને પછી ડાકટર ઝીરો. સંસ્કૃત ફારસી વગેરે કલાસીકલ ભાષાના શીક્ષક કોલેજમાં ન હોવાથી પહેલા વર્ગની નોરમલ સ્કેલરશીપ મેળવવામાં હું કે મારા સોબતીઓ પ્રાણલાલ મથુરાદાસ, અરદેશર ફરામજી મુસ વગેરે કઈ પણ ફતેહમંદ થયા નહીં. કારણ તે અભ્યાસ અમે ખાનગી શાસ્ત્રી કે મુનશી પાસે કરતા ને પરીક્ષા લેવા ડા. વિલસન જેવા કાબેલ પુરૂષ કોલેજમાં આવતા તેની પરીક્ષામાં કોઈ પણ ઉમેદવાર કાચા અભ્યાસી હોવાથી પાસ થતા નહીં. એટલે મને રૂ. ૩૦) ને પગારની સ્કેલરશીપ મળી નહીં. બેવાર પરીક્ષા આપી પણ તે નિષ્ફળ ગઈ.