________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શાળામાં વિમલાનંદ સ્વામિ રહેતા હતા, તેની પાસે દરરોજ સાંજના પાંચ વાગતે વિષ્ણુ સદ નામ અને આદિત્ય હદયના પાઠ શીખવા જતે. એ અભ્યાસમાં મારા સબતી મારા કાકા ગોવિંદલાલ વીજભૂખણદાસ તથા માણેકલાલ કકુભાઈ હતા. રોજ ચાર પાંચ ક ભણાવે (એટલે વાંચતાં શીખવે) તથા આગલા દિવસના આપેલા મોડે ભણાવી જુએ. કેટલાક શિક્ષકે એ તેત્રોમાં આવેલા મંત્ર અને ન્યાસને ભાગ શીખવવાને હરકત વેતાને શુદ્રોને તે ભણાવતાજ નહીં; પણ વિમલાનંદ એ રીવાજને ધીક્કારતા–અમને તો ઘણી ખુશીથી તેમણે એ ભાગે ભણવ્યા–ભણાવ્યા એટલું જ નહીં પણ તેના અર્થ તથા વિધિ સુદ્ધાંત સમજાવ્યા હતા. વિમલાનંદની વાણી ઘણી શુદ્ધ હતી. કેટલી વાર પંચકેશ રાખી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરતા ને વળી તેનું વપન કરાવી સન્યસ્ત ગ્રહણ કરતા. કેઈ વેળા મનમાં આવે તે દશપંદર દિવસ લગણ અન્ન ખાતા નહીં, ને વળી કઈવાર ફાંટ આવે તે બે ત્રણ દહાડા લગી જેટલા ઘડી ઘડીને શેકીને ખાયાજ કરે. કેઈ એમનું વય પૂછે તો એવી ડંફાસ હાંકે કે “હમકું તીસરી પૃથ્વી પ્રદક્ષિણા હુઈ ઔર જબ હમ ભડક આયે તબ લલુકા જન્મ હુઆ થા.”
સન ૧૮૩૭ થી સન ૧૮૪૧ સુધી ભારે વખત ગુજરાતી નિશાળમાં અભ્યાસ કરવામાં તથા સ્વામીને ત્યાં પાઠ શીખવા જવામાં તથા ભૂતનાથમાં અગર રેવાજી કિનારા પર મિત્ર મંડળ મળી કલેક વગેરે ભણવામાં તથા વિદ્યા સંબંધી ચરચા કરવામાં હું ગુજારતો. એ સમય મને ઘણો આનંદકરી હતી. અમારા મેહતાજીનું ત્રિકોણમિતી અગર કર્તવ્ય ભૂમિતી અગર બીજ ગણીત શીખવવામાં હરક્ત પડતી ત્યારે અમારા વર્ગને મારા પિતાજી કને મોકલતા ને જે અમારા સંદેહ પડે તે તે દૂર કરતા. ખાનગી–ઘર આગળ મારા પિતા સાથે વ્રજ ભાષાના ગ્રંથો જેવા કે પ્રેમ સાગર, સભાવિલાસ, દાદુપથી સુંદરદાસજીની કવિતા વગેરે વાંચત, તેથી કવિતા વાંચવાન શેખ મને નાહનપણથીજ હતે. વળી તે ઘણી સારી રીતે વાંચીને સુસ્પષ્ટીકરણ કરતા તેથી મને ઘણોજ હર્ષ થતું. મારા કાકા ગવરધનદાસ તથા જગન્નાથ પણ એવાં પુસ્તક વાંચી સમજાવવામાં મને ઘણી સહાય કરતા. | ગુજરાતી નિશાળના અભ્યાસ ક્રમ પુરો થયા પછી મેં અંગ્રેજી અભ્યાસ ભરૂચમાંજ કરવા માંડ્યો. મી. ટાઉનલેંડ કરીને કોઈ યુરોપીઅન