________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ગોઠવણ કરી. દશ માસ ત્યાં રાખ્યા તેટલી મુદત જીલ્લાઓમાં નિશાળે બંધ પડી.
આ અવકાશ મને મળવાથી મારા દાદાએ મને આંક તથા ધાત તથા લેખાં શીખવા સારૂ ગામઠી નિશાળે મુકો. એ મારા મહેતાજીનું નામ હરીનારાયણ કામબુરીઓ હતું અને તેની નિશાળ લલ્લુભાઈના ચકલામાં પ્રાણનાથ બીજાભાઈની હવેલી પાસે જ હતી. મારા દાદાએ પ્રાણનાથ બીજાભાઇની દુકાનના ભાગીઆ હોવાથી તેમનું બેસવાનું એ હવેલીમાંજ થતું. તેથી મને પણ ઘણું સુગમ પડયું. આઠ નવ માસ લગી એ નિશાળમાં રહ્યો. આંક પાકા થયા. એ નિશાળમાં સારી ગમત થતી. મહીનામાં બે ચાર વાર છુટી લેવા જવું પડે તે વખતે ઘણો હર્ષ થાય. ગાવાનું, ગોળ ખાવાનું ને સાંજના છુટી મળે.
સને ૧૮૩૭ માં સરકારી નિશાળ પાછી ઉઘડી એટલે મને પાછો એજ નિશાળે બેસાડયો. મારા મહેતાજી મુકુંદરામ છ માસમાં ભણીને પાસ થઈ પાછા ભરૂચ આવેલા. તેમને તાજો અભ્યાસ તથા નિશાળ સુધારવાના ઉમંગને લીધે ઘણોજ શ્રમ લેતા.
મારે અભ્યાસ બોધવચનના વર્ગ લગી થયો હતો. બે વરસમાં મારે અભ્યાસ છેક પહેલા વર્ગ લગી આવી લાગે એટલે ડાડસ્લી નીતિ કથાઓ, ઇસપનીતિ ને બાળમિત્ર, તે સાથે ભૂગોળ ને વ્યાકરણ. ગણીત વરગમાં પૂર્ણાંક અપૂર્ણક, વર્ગમૂળ, ઘનમૂળ, પત્યાળું, ઈષ્ટરાશી વગેરે પુરું થયું. એ પછી બીજગણીત, ત્રિકોણ મિતિ, કર્તવ્ય ભૂમિતી, લાગ્રતમ ક્ષેત્રફળ, ઘનફળ લગી, શિક્ષામાળા બીજા ભાગમાંથી શીખે. મારી સાથે શીખનારા સોબતીઓમાં મૂળચંદ મકનદાસ, કીશોરદાસ હરગોવનદાસ, લાલભાઈ નથુભાઈ, રામચંદ્ર મોહનલાલ એટલા હતા. એ વખતે ગણીતનાં પુસ્તકો જર્વસ સાહેબનાં કરેલાં શિક્ષામાળા પહેલો, તેમાં પૂર્ણાંક તેમ અપૂર્ણાંક.
એ ભાગ બીજે, એમાં બીજ ગણીત, ભૂમિતિ, લાગ્રતમ, સંગતીકરણ, સીધી લીટી, ત્રિકોણમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, કર્તવ્ય ભૂમિતિ, એમાં ઇજનેરી કામના નકશા જમીન માપવી વગેરે બાબત હતી.
સન ૧૮૩૭માં એટલે સંવત ૧૮૯૭ના ચૈત્ર માસમાં સુરતમાં આગ લાગી ને શહેરને ઘણે વસ્તીવાળો ભાગ ત્રણ દહાડા ને ત્રણ રાત લગી
* હટ્ટનકૃત ગણતશાસ્ત્ર પરથી ભાષાંતર કરીને એ ગ્રંથે રચેલા હતા.