________________
રા. બા. મોહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીને આત્મકથન
રબા, મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથા
ભારે જન્મ સં. ૧૮૮૪ ના ચઈતર માસમાં સુદ ૧૪ વાર શની (મંદ વાસરે) થયો. તે વખત શાલીવાહન શક ૧૭૫૦ તથા અંગ્રેજી સન ૧૮૨૮ ના માર્ચની તારીખ ૩૧ મી હતી. મારા જન્મ માના મોસાળમાં પોતાની કાકીના ઘરમાં થયો હતો. કારણ મારી માતોશ્રીના બાપ વિચિત્ર વર્તણુકના હોવાથી પિતાનો ઘરસંસાર ચલાવી શકેલા નહીં. પોતાની બહેનના ઘરમાં રહી દીવસ નિર્ગમન કરતા. મારી માની મા છવકારનાં કાકી સદામા (જેને જમા કહીને બોલાવતા તે) નંદકીશોરભાઈ ભગવાનભાઈ ભજેમુદારની ખડકીમાં, ગીરો રાખેલાં ઘરમાં રહેતાં હતાં. અસલ તેમના ધણી વગેરે ઘણી સારી હાલતમાં હતા તથા તેમની મોટી હવેલી ટાંકા કુવાવાળી તેમના ઘરની સેડેજ હતી. તે પડી ગઈ તથા તે કુટુંબ ઘણી ગરીબ સ્થિતિમાં આવી ગયું હતું. જેમાનું પહેરા પંચમહાલમાં વેજલપુર ગામમાં હતું. તે ઘણાં વૃદ્ધ હતાં, પણ અંગે તથા મને સુદઢ હતાં, તેમણે પોતાની ભત્રીજીને પિતાને ઘેર રાખી તેનાં છોકરાંનું પોષણ કરેલું. મારા મામાને સારી કેળવણું આપી સરકારી નામું તથા શુદ્ધ સારું લખાણ કરતાં શીખવાડીને અદાલતમાં જતા આવતા કર્યા હતા. તેમણે પારસી વકીલ શેરીઆરજી (સદર અદાલતના વકીલ) તથા તેમના ભાઈ બમનશા વકીલને ત્યાં વાણોતર મહેતાનું કામ કરી સારી સંપત્તિ મેળવી હતી.
જે ઘરમાં મારો જન્મ થયે તે ઘરમાં બે ઓરડા હતા; એક પરસાલ ને બીજી રાંધણી. તેમાં અજવાળું તથા હવા આવવા જવાની ઘણી જ નઠારી ગોઠવણ હતી. એકજ બારણું આગળ પરસાળમાં ને અગાશીનું એક જાળીઉં પાછલી રાંધણુના ઓરડામાં. ઘરમાં શરદી પુષ્કળ હતી-સુવાવડખાતું પણ પરસાલના એક પાસા પર. એવા ઘરમાં ઉછરી હું મેટે થયેલ. એવી કઇ જગા હતી, પણ હું દશ વરસની ઉંમરનો થયો ત્યાં લગી મને તેમાં જ રહેવાનું ગમતું. મારાં જમા તથા મારી બા (માની મા) તથા ધીરજ માસી, એક ડેસી પાડોશણ જાતની કાયથ હતી તે સઘળાને મારા પર અતિશય પ્રેમ હતો. | મારા પિતાને મુંબઈની કરી હતી એટલે મને બાપને ઘેરન ગમતાં મોસાળજ રહેવું પસંદ પડતું. હું પાંચ વરસને થયે ત્યાં લગી મોસાળમાં ઉર્યો ને તે ફળીઆમાં જ મારે ઘણું ઓળખાણ ત્યાંના પાડોશીના
૨૭