________________
ગ્રંથકાર ચરિત્રાવલી
નોકરી છોડયા પછી એ પુરૂષે પિતાની જીંદગી પરોપકારી કામમાં કાઢી હતી. મ્યુનીસીપાલ કમીશનર સરકારે નીમવાથી તે કામમાં ઘણી ચાલાકીથી પિતપોતાનું કામ બજાવેલું. મીસ્તર કરટીસ અમદાવાદ હાઈસ્કૂલના માસ્તર તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી હતા તેમની સલાહથી કેટલાંક પુસ્તકનું ભાષાંતર એ સભાને વાસ્તે કરેલું અને તે સેસાઇટીએ છપાવી પ્રસિદ્ધ કરેલાં. એ ગ્રંથોનાં નામ –મસર દેશનો ઈતિહાસ, પ્રાચીન ગ્રીસ દેશનો ઇતિહાસ, બાબીલોન તથા આસુરી દેશને ઇતિહાસ, રોમનાં રાજ્યનો ઈતિહાસ એ પુસ્તકે અસલ મરેઠીમાં મેડમ વલસને કરેલાં તેનાં ગુજરાતી ભાષાંતર રણછોડદાસે સંસાઈટીને કરી આપેલાં પણ તે બદલ કંઈ રકમ સોસાઈટી પાસે લીધેલી નહીં.
શેરસટાનો વખત સન ૧૮૬૧-૬૨માં આવ્યો. રૂને પાક અમેરિકામાં ખરાબ થવાથી તથા લડાઈ ચાલવાથી ત્યાંનો રૂ ઈગ્લાંડને મળી શક્યો નહિ. એટલે હિંદુસ્તાનના રૂને ભાવ પાંચ છ ગણો થઈ ગયો ને હિંદુસ્તાનમાં વિલાયતના રૂની રેલ આવી; એટલે વેપારીઓ પુષ્કળ કમાયા ને મેળવેલું દ્રવ્ય સારે મારગે ખરચવા લાગ્યા. તે પ્રમાણે મુંબાઈના નામાંકિત વેપારી પ્રેમચંદ રાયચંદે ભરૂચની લાયબ્રેરીને પુષ્કળ નાણાંની મદદ કરી તેમજ કન્યાશાળા હીંદુઓને વાતે સ્થાપના કરી. બંને કામ ભરૂચમાં નવાં નીકળ્યાં તેને સુધારવા તથા કાયમ પાયા પર મુકવા રણછોડદાસને હાથ આવ્યું. તેમાં પોતાની વૃદ્ધાવસ્થા થતાં પણ ઘણો શ્રમ કરી લાયબ્રેરીને સારૂ સારાં ઉમદા પુસ્તકો ખરીદ કરવાનું તથા તેની વર્ગવારી કરવામાં પોતાને ઘણે વખત કહાડ્યો. કન્યાશાળા પણ સ્થાપન થઈ તેમાં લોકોને બંધ દઇ છોકરીઓ ભણવા આવે એ ઘણો ઉદ્યોગ કર્યો ને તેમ થતાં તેમની મહેનત સફળ થઈ ને તે શાળા સારી સ્થિતિમાં છે. એ શાળાને જે રૂપીઆ શેઠ પ્રેમચંદ તરફથી મળેલા તેમાં કેટલાક ઉમેરે કરી એક મકાન ખરીદ કરી લીધું. એ મકાન શહેરની સારી વસ્તીને મધ્યભાગે છે, ને સારી મજબુત બાંધણીનું છે.
સન ૧૮૫ર ની આખરે નોકરી મુક્યા પછી ઝાઝ વખત એમણે પ્રવાસ કરવામાં કાઢયો નથી. એક વખત પિતાના મિત્રના કામના અર્થે મુંબાઈ થાણા વગેરે સ્થળે ફરવા ગએલા, તેમજ એક વખત પોતાના પૌત્રોને સાથે લઈ મુંબાઈની શેભા દેખાડવા સારૂ પ્રવાસ કરેલો.