________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
પ્રોફેસર હારકનેસના વખતમાં રણછોડદાસે કેટલાંક પુસ્તક રચ્યાં હતાં? હિંદુસ્તાનનો ઇતિહાસ, બ્રીટીશ ઈડીઆ વાંચન પાઠમાળા વગેરે.
સને ૧૮૪૫ના જુનથી સને ૧૮૪૮ ના ડિસેમ્બર લગી મુંબાઈમાં રહ્યા પછી રણછોડદાસને સુરત જવાની જરૂર પડી. કેમકે પ્રોફેસર હારકનેસે સુપરીટેન્ડન્ટના કામનું રાજીનામું આપવાથી તે કામ સુરતની અંગરેજી સ્કુલના હેડમાસ્તર મીસ્તર ગ્રીનને સોંપવામાં આવ્યું, અને તે સાહેબે બોરડ પાસે બીજા માણસની મદદ માગવાથી બોરડે રણછોડદાસને પાછા પિતાની અસલ જગાપર મોકલ્યા. મુંબઈનો નોરમલ કલાસ પણ સમાપ્ત થવા આવ્યો હતો. પાસ થયેલા વિદ્યાર્થીઓને મહેતાજીની જગાએ મળી હતી.
મીસ્ટર ગ્રીનના હાથ તળે કામ કરતાં કેટલીક અડચણ પડેલી ખરી. દુરગારામ મંછારામ સુરત આંક ૧ના મેહેતાજી ગ્રીન સાહેબની પ્રીતિના પાત્ર થયા હતા, ને તે સાહેબને બરડ પાસે માણસ માગવાની જરૂર એ મહેતાજીને ઇસ્પેકટર બનાવવાના ઉદ્દેશથીજ હતી.
ગ્રીન સાહેબ આગળ દુરગારામનેજ કારભાર. નવી નિશાળે કાઢવી. તેના મેહતાજી નીમવા, મેહતાજીઓની ફેર બદલી કરવી વગેરે બધું કામ મેહતાજીની સલાહથીજ ચાલતું. ખરા ઈન્સ્પેકટરની સલાહ તે બીલકુલ લેવામાં આવે જ નહીં. પણ એ અન્યાય ઘણા દીવસ ચાલ્યા નહીં, કેમકે પ્રોફેસર તારકનેસ રજાપર વિલાયત જવાથી તે જગા ખાલી પડી તે બોરડે મીસ્તર ચીનને આપી અને તેની જગા પર મીસ્તર ગ્રેહામને સુરત અંગરેજી સ્કુલના હેડમાસ્તર અને ગુજરાતી નિશાળોના સુપરીટેન્ડન્ટ નીમ્યા. તેમના હાથતને અન્યાય દૂર થયે. દુરગારામને કારભાર ઘટયે, ને રણછોડદાસની સલાહ મુજબ કામ ચાલવા લાગ્યું. એ વખતે રણછોડદાસનું સ્થાયી રહેવું સુરતમાં જ થતું.
સુરતમાં સન ૧૮૫૨ માં રણછોડદાસે પિતાની જગા છોડી, કારણ બોરડે ઇસ્પેક્ટરની જગાઓ કાહાડી નાખવાનો ઠરાવ કર્યો. દ્રવ્ય સંકોચને લીધે એમ કરવાની બેરડને જરૂર પડી હતી. નિશાળોની તપાસ રાખવાને સુપરીટેન્ડન્ટ તથા તેના કારકુને બસ હતા. એ વખતે કેળવણી ખાતાવાળાને પેનશનનો ધારે સરકારે લાગુ ન કરેલો તેથી બક્ષીસ દાખલ રકમ આપવામાં આવતી, તે મુજબ સરકારે રણછોડદાસને રૂ. ૧૪૪૦) એટલે અઠાર માસનો પગાર આયે.
૧૯