________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
સ્ત્રીઓએ ઘણુંક જેવર સાથે રાખ્યું હતું. મહી નદી ઉતરતાં જે ગાડામાં તે સ્ત્રીઓ બેઠેલી હતી તેને અકસ્માત થવાથી તે ઉધું વળ્યું ને પટલાં પાણીમાં પડયાં. તે વેળા એક ગાડાવાળો પેલો જેવરવાળો દાબડો પાણીમાંથી કહાડી લઈ ચાલતો થયો ને એક ઘાસના ગાડામાં સંતાડયો. સ્ત્રીઓએ પાણીમાંથી બહાર નીકળી પટલાં તપાસ્યાં તે જેવરને દાબડો ન મળ્યો તેથી રડાપીટ કરવા માંડી. આ બાબતની ખબર ગીરધરભાઈને થતાં જ તેમણે પિતાના માણસોની ચેકી નદીના કિનારા પર તથા રસ્તા પર મુકી દીધી અને પિતાના એક પુત્રને તથા ગુમાસ્તાને ઘેડા આપી પાસેના ગામમાં ગાયકવાડી થાણું હતું ત્યાં થાણદારને જાહેર કરી મદત માગવા અરજ કરવાને મોકલવા સારૂ તૈયાર કર્યો. તે દાબડે પેલા ગાડીવાળાથી ન જેરવાય એટલે તેણે આવી જાહેર કર્યું કે તમારા જેવરનો દાબડે અનામત હાથ લાગે તો મને શું આપશે. તેને જવાબ મળ્યો કે આ સોનાનો વેહેડ રૂ. પ૦) નો છે તે મળશે. એટલે પછી ગાડીના ઝાડા લેતાં તે ગાડીવાળાએજ દાબડ રજુ કર્યો. આ દાખલો આપવાની મતલબ એટલીજ છે કે અગાઉના વખતમાં મહીકાંઠા૫ર કેળી ને લુંટારાનો કેટલો ડર હતા તે સૌને જાણીતો છે. તેવા સમયમાં હિમત રાખી સાવચેતીથી તપાસ મહીકાંઠા પરજ કરવી એ સહેલું કામ ન ગણાય.
ગીરધરભાઇન શેઠ પ્રાણનાથભાઈ ત્રીજીવાર પરણવાને સુરત જવાની તૈયારીમાં હતા તેવામાં તેમનું અકાળ મૃત્યુ થવાથી સઘળે દુકાન સંબંધીને કારભાર તથા તેમની મીલકત જેવર સીલક વગેરે તેમના પીત્રાઈ ભાઈ વારસ રઘુભાઈના હસ્તકમાં ગયું. શેઠની હવેલીમાં ચોરી થઈ તેમાં વારસામાં મળેલું સઘળું જેવર (આશરે બાર હજારનું) ચોરાયું. એ વખત ગીરધરભાઈનું દૈવ પાધરું કે તે પરગણામાં ઉઘરાણી ગયા હતા. શહેરમાં નહીં તેમજ હવેલીમાં તથા દુકાનમાં પણ તે હાજર નહતા. રઘુભાઈની બુદ્ધિ ફેરવવાને તથા ગીરધરભાઈ ઉપર શક લઈ જઈ સરકારમાં જાહેર કરી તેમના ઘરના ઝાડા લેવાને કેટલાક તેમના સગાઓએ સલાહ આપી. રઘુભાઈનું ડોળ જોઇને તથા તેમની વિચિત્ર બોલવાની ઢ૫ ઉપરથી કેઈને એ વેહેમ કે તે કમઅકલ આદમી છે. પણ વાસ્તવિક તેમ નહોતું. તે ઘણા વિચારશીલ ને સમજુ માણસ હતા. તેથી તેમણે પેલા નીંદરોની વાત સાચી ન માની ને તેમને એ ઉત્તર દીધો કે ગીરધરભાઈ એવા પ્રપંચી પુરૂષ નથી. તે પ્રમાણિક છે ને એવું કામ કદાપિ કરે નહીં માટે મારે