________________
ગ્રંથકાર ચરિત્રાવલી
વખાણ કરવા લાગે તો તેને કહેશે કે તમે ભાટ છો ? ભાટાઈ શું કરવા કરે છે ? તમારે જે પ્રયોજન હોય તે કહો. એમ કહી તેને વારતા. - સારું વિસ્તારવાળું કુટુંબ સારી સ્થિતિમાં મૂકી એ પુરૂષ સંવત ૧૯૧૨ ના ભાદરવા વદ ૧૩ ને રોજ દેવલોક થયા, ત્યારે એમની પાછળ એાછવ થયો હતો. જે ગૃહસ્થ મોટી વયે પોંચી આબાદી અવસ્થામાં મરણ પામે છે તેમની પાછળ ગુજરાતી રીવાજ પ્રમાણે રડાકુટ કરતા નથી, પણ ભગતની ટોળી બોલાવી વાજતે ગાજતે ભજન કરતા સ્મશાન લગી તેનું શબ બાળવા લઈ જાય છે. તેમજ ડાધુ પાછા આવતી વખતે પણ તેજ મંડળીઓનું ભજન થાય છે. બરાં પણ કુટતાં નથી ને ભજન ગાય છે. એ મરી ગયા ત્યારે લોક કહેતા કે બાર દીકરાને બાપ મુએ. એ ઘણે • ભાગ્યશાળી છે.
ખાવા પીવામાં સ્વાદીઓ હતા, પણ નિયમિત આહારી અને શરીર કસાએલું તેથી ઉત્તર અવસ્થામાં પણ શરીર ઘણું આરોગ્ય રહેતું. મરતી વખત જ એક દોઢ માસને મંદવાડ ભોગવ્યો હતો. મરણ વખતે એમને સ્વાંગી વંશ પુરૂષ વર્ગનો નીચે મુજબ હતો.
ગીરધરભાઈ (ઉરફે જીકાકા.)
રણછોડદાસ
ગેવરધનદાસ
જગન્નાથ
મેહનલાલ મનમોહનદાસ હરકીશનદાસ
દુવારકાંદાસ
-
છગનલાલ
છગનલાલ
–
પ્રાણલાલ
મેતીલાલ મગનલાલ ઠાકરલાલ
એમને ઈગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું તથાપિ સુજ્ઞ અને વિદ્વાન કઈ ઈગ્રેજી સાથે મુલાકાત લેવાની ઈચ્છા રાખતા. પ્રથમ ભરૂચમાં સદર અદાલત હતી તે વખતે ત્યાંનો એક જડજ મી. રોબર્ટ નામે હતોતેમની મુલાકાત એમને થયેલી, અને તે એમની પાસે હિંદુસ્તાની ભાષાની સુંદરદાસની તથા દાદુજી વગેરેની વાણી સાંભળવાને બહુ શોખ રાખતો હતે.
૧૨