________________
ગ્રંથકાર ચરિત્રાવલી
એના ઘરનો ઝાડ લેવડાવવો નથી. મારા નસીબમાંથી એટલું દ્રવ્ય ઉતર્યું ને ગયું. પરગણામાં ગીરધરભાઈને ખબર પડવાથી તે શહેરમાં આવ્યા ને પેશગેબત તપાસ ચલાવતાં એ કામ કરનાર શેઠના જુના રાઈ તથા ચાકરનું છે તેવી બાતમી લાગવાથી ઘણી યુક્તિથી તજવીજ ચલાવતાં તેજ ચાકરથી પત્તો મળ્યો કે ચોરાયેલું ઘરેણું રસઈઆની ઓરડી દશાશ્વમેધની ધર્મશાળામાં હતી ત્યાં સંતાડેલું છે. ને ભટને પગ ભેગજેગે ભાગેલો તેથી તેનાથી ચલાતું નહોતું. માટે તેની પાસે તેની ઓરડીની કુંચી મેળવી પોતાના શેઠ રઘુભાઈને તથા તેના એક વિશ્વાસુ માણસને સાથે લઈ ગીરધરભાઈએ પાછલી રાત્રે દશાશ્વમેધ પર જઈ તે કેટલી ઉઘાડી તેમાં તપાસ કરી પણ કાંઈ દીઠામાં ન આવ્યું. સૌ ત્યારે નિરાશ થયા પણ ગીરધરભાઈએ હીમત ન હારતાં એવું વિચાર્યું કે કદાપિ આ લાકડાને ગંજ મારેલ છે તેની નીચે ભયમાં દાટેલું હશે. ત્રણે જણાએ મળી લાકડાની થડી ખસેડી તે તેની નીચે જમીનમાં માટલાં દાટી તેમાં જેવર ભરેલું હતું. તે શેઠને બતાવ્યું ને તેમને હવાલે કર્યું. એ રીતે પિતા પર આવેલું કલંક દૂર થવા પછી કેટલાક વરસ દુકાન નવા શેઠના હાથ તળે ચાલી. પછી તે મરણ પામ્યા ત્યારે તેમને હીસ્સો તેમના બે જમાઈઓને વહેંચી આપો ને પોતે પોતાને હીરસે લઈ જુદા પડયા. (સંવત ૧૮ [ ] )
ગીરધરભાઈને ત્રણ પુત્ર, વડીલ રણછોડદાસ, વચલા ગવરધનદાસ ને કનિષ્ટ જગંજાથ. ત્રણે પુત્રોને કુમળી વયથી જ સદભક્તી ને સદાચાર શીખવેલો. સ્વચ્છતા રાખવી, પ્રમાણિકપણું સાચવવું એવી ઘણું શીખામણો દેવાથી તે પણ સારા કેળવાયા. દેશી નામાની રીત, સંસ્કૃત તથા ભાષાનાં (હીંદુસ્તાની ભાષામાં) પુસ્તક વાંચવા સમજવા ને શુદ્ધ લેખનપદ્ધતી તથા સારા મરોડદાર અક્ષર લખવા વગેરે બાબતમાં એ પુત્ર સારા હુંશીઆર નીવડયા. ગીરધરભાઈની જાતનું લખાણ પણ શુદ્ધ ને સ્વચ્છ તેજ મુજબ તેમના પુત્રો પણ શીખ્યા.
એ ગૃહસ્થના સરાફી દક્તર રાખવાની રીત તથા લખાણ તથા સ્વચ્છતા જોઈ તે વખતના યુરેપિઅન અમલદારે પણ ઘણા રાજી થએલા. કેટલીકવાર અદાલતમાં એમની પેઢીના ચોપડા ગુજારવામાં આવેલા પણ તે ઉપર જડજને એટલો વિશ્વાસ બેઠેલ કે એમાં કંઈ દગે કે અપ્રમાણિકપણું હોયજ નહીં.