________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
વારંવાર એમને તેડાવીને નાના પ્રકારની વાણી એમના મુખારવિંદથી સાંભળી ખુશી થતો અને તે પોતે પણ યાદ કરવાને માટે શ્રમ કરતે હતો.
એ પોતે જ્યારે વૃદ્ધ થયા ત્યારે પિતાના ઓરડામાં નિત્ય પિતાના પુત્ર તથા પૌત્રોને સાયં સમય વીત્યા પછી સર્વેને બેસાડી પ્રાચીન ઇતિહાસ તથા સદ્દબોધ વાણીના પ્રસંગથી નાના પ્રકારની નીતિને અને સત્ય ધર્મનો ઉપદેશ કરતા હતા. ઘણુ ગ્રંથની વાણી એમને મુખે રહેતી હતી.
હવે આપણા મૂળ વિષય ઉપર આવીએ. રણછોડદાસને વિદ્યાભ્યાસને આરંભ થયો ત્યારે કેળવણુનાં સાધન કયાં હતાં તે જણાવવું જોઈએ. વાણીઆના છોકરા આઠદસ વરસની ઉંમરે ગામઠી મહેતાજીની નિશાળે ભણવા બેસતા, ત્યાં બે ત્રણ ચાર વરસની મુદત સુધીમાં આંક, કર્ક, નામાં વગેરે શીખતા. ચાલતા કોષ્ટકની ધાતો કે શેરી મણકા લેખાં થોડાં ઘણાં આવડે. વાંચવાનાં પુસ્તક તો હોયજ શાનાં. અશુદ્ધ લખતાં શીખે. એ રીતે કેટલોક વખત ગુમાવ્યા પછી પંદર સોળ વરસની ઉમ્મરે કોઈ શરાફ કે મારફતીઆની દુકાને દાખલ થાય. ત્યાં કેટલીક મુદત લગી ઉમેદવારીથી કામ કરે. નામું લખવાની સમજ તથા તેલ બારદાન, વીઆજ ગણવાની રીત, વટાવ, મુદત કાપવાના હિસાબ વગેરેમાં માહીતી મેળવી હુશીઆર થાય તે તેની લાયકી મુજબ છ દશ કે બાર રૂપીઆનું વરસાન જારી થાય. બહુ કુશલતા પ્રાપ્ત થાય તે વીશેક વરસની ઉમરે ગુમાસ્ત થાય. ચડતાં ચડતાં મુનીમ કે કાલીદાર થાય. નોકરી મેળવનારને વાસ્તુ એ ઉપક્રમ હતો. કેટલાકના બાપ નેસ્તી ગાંધી વગેરેની દુકાન માંડતા હોય તે તે ધંધામાં પડે ને માહીતી મેળવે. વાણીઆઈ લખાણ એટલે કાના માત્રાના ઠેકાણા વગરનું. જે લખાણમાં કાનામાત્રાનું ઠેકાણું નહિ તે પછી સ્વ દીર્ઘ કે જેડાક્ષર તો તેમાં હેયજ ક્યાંથી.
એવી સ્થિતિમાં આંક, હીસાબ, લખવું, વાંચવું, વગેરેને અભ્યાસ કરી આસરે પંદર સોળ વરસની ઉમરે પિતાના પિતાના હાથ તળે રણછોડદાસ દુકાનમાં રહ્યા. ત્યાં અક્ષર સુધારવાનું તથા નામું લખાવવા વગેરેનું જ્ઞાન મેળવતાં ચાર પાંચ વરસ લાગ્યાં. એ મુદતમાં એમણે ધર્મ સંબંધી પુસ્તકો, જેવાં કે ભગવદ્ગીતા, વિષ્ણુસહસ્ત્રનામ વગેરેને અભ્યાસ વિમળાનંદ સ્વામિ તથા કેઈ તેવાજ પુરૂષોના હાથ તળે કરેલો જણાય છે. કેમકે એમનાં હાથનાં લખેલાં સંસ્કૃત કે ભાષાનાં પુસ્તક ઘણું જોવામાં
૧૩