________________
રણછેાડદાસ ગીરધરભાઈનું જન્મચરત્ર
લલ્લુભાઇ તરફથી કાઈ ને મણ અનાજ મળશે તે તેમાં ધર્માદા દાખલ મારૂં એક કણ પણુ જશે તેા ખરૂં..
એ ભગતીદાસના એળખાણને લીધે તથા પોતાના સારા ગુજરાતી બાળાધ લેખને લીધે એ ગીરધરભાઇ ઉપર લલ્લુભાઇની મમતા ચાંટી ને પોતાને ત્યાં આવવા જવાની પરવાનગી એમને આપી. એવું કહે છે કે લલ્લુભાઇને જ્યારે સીંધીઆ સરકારે પાવાગઢ ઉપર કેદ મેાકલ્યા હતા ત્યારે તે જતી વખત પોતાના માણસાને એમ કહી ગયા હતા કે આ ગીરધરના હાથના લખેલા કાગળ મેાકલશો તે તે મારાથી વંચાશે; ખીજા કોઈના લખેલા કાગળા મેકલશે તે તે મારાથી વંચાશે નહિ.' એવી મમતા ચેાંટવા પરથી તેને લાલ લલ્લુભાઇએ સારી પેઠે ગીરધરભાઇને વાળી આપ્યો. મજમુદાર ખીજાભાઇ જે લલુભાઈના મિત્ર હતા તે ધણા પૈસાદાર હતા. તેમને એક પુત્ર પ્રાણનાથભાઈ કરીને હતા, એ મજમુદારને લલુભાઈએ સલાહ આપી કે તમે આ તરૂણ પુરૂષ ગીરધરભાઈ જે આપણી ન્યાતના છે તથા ધણા વિચીક્ષણ, બુઠ્ઠીમાન, ને પ્રમાણિક છે તેને ગુમાસ્ત રાખી તમારાં નાણાંના ઉપયોગ વેપાર રાજગારમાં કરે. એ સલાહ ખીજા ભાઈ એ માન્ય કરી ત્યારથી ગીરધરભાઈનું નસીબ તેમની સાથે સંવત [ ] ના વરસમાં જોડાયું, એ દુકાન પ્રાણનાથ ખીજાભાઇના નામથી પોતે મુનીમ દાખલ રહીને ગીરધરભાઇએ ચલાવી. તેમાં અનેક પ્રકારના રાજગાર કર્યાં. શરાપી રાજગાર નાણાવટી તથા હુંડીયામણુ વગેરેને, તેમજ ભારતીઆને એટલે કરીયાણું ખાંડ વગેરે માલ દેશાવરથી મંગાવવા તથા દેશાવર ચડાવવા. રૂના ધંધા પણ કર્યાં. તેમાં કપાસ લોઢવાના આડ માંડતા અને રૂ મુંબાઇ ચડાવતા. લેણદેણુને રાજગાર તે વખતમાં સારા હતા તે પણ ચલાવા માંડયા. પરગણામાં તથા શેહેરમાં તથા દેશાવરમાં “પ્રાણનાથ ખીજાભાઈની” પેઢી પંકાઈ ગઈ. ને તેમાં લાભ પણ સારા પ્રાપ્ત કર્યાં. આર ંભે મુનીમ દાખલ રહી કામ કરવાથી ખીજાભાઈ ઘણા રાજી થયા તેથી ગીરધરભાઇને પ્રાણનાથને પંત્યાળા રાજગાર ચાલવાની ગોઠવણ કરી. એ પેઢી વરસ લગી ચાલી. અને પ્રાણનાથભાઈ મરણ પામ્યા પછી તેમના પિત્રાઈ ભાઈ રઘુભાઈ જે તેમના વારસ થયા તેમણે થ્રેડી મુદત ચલાવી ને અંતે રઘુભાઇના મૃત્યુ પછી બંધ પડી. ત્યારબાદ ગીરધર ] વરસ જીવ્યા તે સંવત ૧૯૧૨ના ભાદરવા વદ ૧૩ ને રાજ ] વરસની ઉંમરે મરણ પામ્યા.
લાઇ
[
७