________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર વિદ્યાને ફેલાવો કર્યો. એક માટે સરકારી કેળવણીખાતાના ઇન્સ્પેકટર એ પુરૂષને “Father of Education in Gujarat” એટલે ગુજરાતની કેળવણી ખાતાને પિતા એવી ઉપમા આપી ગયો છે, તે કેટલેક દરજજે ખરું છે એવું આ જન્મચરીત્ર વાંચવાપરથી જણાશે.
એ પુરૂષની કેળવણી વિશે તથા એમના ભાગ્યોદય વિશે વર્ણન કરતાં પહેલાં તેમાં જે સાધન ને સહાય રૂ૫ એમના પિતા તેમનું શેડુંક વૃતાંત લખવાની જરૂર છે. એમની માતોશ્રી એમને બાળપણમાં એટલે આશરે ( ) વરસની ઉમરે મુકીને મરણ પામ્યાં હતાં. માટે સારી આરોગ્યતા રાખવાનું તથા સદાચાર શીખવવાનું તથા કેળવણી આપવા વગેરેનું કામ એમના પિતા ગીરધરભાઈનેજ કરવું પડયું હતું. તેમના હસ્તગમાં રહી વૈવાન સદ્ગણી, ને વિદ્વાન થયા હતા, એ કુશળતા પિતાના પિતા થકી જ એમને મળી હતી.
જે ઝવેરી કુટુંબમાં ગીરધરભાઈને જ-મ સંવત ૧૮૩૩ માં થયો હતો તે ઘણું સારી સ્થિતિમાં નહોતું. કુટુંબમાં માણસ ઘણાં હતાં પણ તેમાં કોઈ પરાક્રમી ધન્ધા કે રોજગારમાં કુશળ ન હોવાથી પિષણ ઘણું મુશ્કેલીથી ચાલતું હતું. કુટુંબમાં ચાર ભાઈ, એક બેહેન, ચાર ભાઈઓની વહુઓ તથા વૃદ્ધ માતા, તથા ભાઈઓનાં છોકરાં મળી પંદર વીશ માણસે હતાં. રેવાજી જવાના ઢોળાવપર સાંકડા એક માળવાળા ઘરમાં કે જેનું ક્ષેત્રફળ પરાકાષ્ટાએ ૩૦૦ ચો. ફૂગ થાય તેમાં રહેતાં ને ગરીબી હાલતથી ગુજરાન ચલાવતાં.
ગીરધરભાઈના મોટાભાઈ કકુભાઈ નામે હતા. તે એક વેપારી મારફતી અને ત્યાં ગુમાસ્તા રહેતા ને (વારસિક) સે સવાસે રૂ. કમાય તેપર સૌને ઉદર નિરવાહ ચાલતો હતો. એમના પિતા ભકિતદાસ પણ ઘણી સારી સ્થિતિમાં કે ધનવાન નહોતા. તે પોતાના દીકરાઓને નાની ઉંમરમાં મુકી મરણ પામ્યા હતા.
પિતાના મોટાભાઈને કુટુંબનું પિષણ કરવામાં સહાયભૂત થવાને ગીરધરભાઈએ નાની ઉંમરથીજ ઉદ્યોગ કરવા માંડયો. ભરૂચમાં સન ૧૮૬૦ પહેલાં બદામનું ચલણ હતું. બદામો પૈસાની પચાશ એકાવન ચાલતી. એટલે દુકાનદારને ત્યાંથી પચાસ કરતાં વધારે ભાવની બદામો વેચાતી લે ને તે બીજા લોકોને ચાલુ ભાવથી આપે એટલે સાંજ લગીમાં કામ કર