________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે પુરૂષનું જન્મચરિત્ર લખવાનો પ્રયત્ન કરું છું, તેને જન્મ સંવત ૧૮૬૦ કારતક સુદ ૧ વાર રવીને દીવસે થયો હતો. એ દિવસ હિંદુઓમાં ઘણો મટે તેહેવાર ગણાય છે. કારણ ઈદ્રની પુજા વૃજમાં લોકો કરતા હતા તે બદલીને કૃષ્ણ ગીરીરાજની પુજા દાખલ કરી ને એ માટે અનકુટના એછવને દહાડે વિષ્ણુમારગી કરે છે. અને સારી રીતે સામગ્રી તૈયાર કરીને ઠાકોરજીને ધરે છે. જે એ દિવસ યશસ્વી ગણાય છે તેવોજ એ દહાડે જન્મ પામેલા રણછોડદાસ પણ યશસ્વી નીવડયા હતા.
એનું મોસાળ પક્ષ પણ સારા પ્રખ્યાત કુળનું ગણાતું હતું. તે કુલના પુરૂષો ભાવનગરના રાજ્યમાં સારા નામીચા કારભારી ગણાતા હતા. એમના માતૃપક્ષનું વૃક્ષ નીચે દરશાવેલું છે.
આણંદજી
નાનાભાઈ
કેશવજી
સું દર
નાથી
હરકોર
રાજકેર
રણછોડ ગોવરધનદાસ
જગન્નાથ ઈ. સ. ૧૮૦૩ના વરસમાં એ પુરૂષને જન્મ થયો. તે વરસ પણ ઇતિહાસમાં પંકાએલું છે. કેમકે બ્રીટીશ સરકારે એજ વરસમાં આગખની તા. ૨૯ મીએ સીંધીઆ પાસેથી ભરૂચ શહેર લડીને જીતી લીધું હતું. નદીને રસ્તે બે વહાણોમાં સૈન્ય તથા તોપો લાવી પશ્ચિમ દિશાપરથી એટલે કુંભારીઆ ઢળપર તોપને મેરો બાંધી ભરૂચ શહેરના મજબુત કોટમાં ગબાર પાડી ત્યાંથી લશ્કર શેહેરમાં દાખલ થયું ને અંગ્રેજ સરકારને વાવટ કીલ્લા પર ફરકવા લાગ્યો. તે વરસથી આજસુધી ભરૂચની પ્રજા બ્રીટીશ સરકારના રાજ્યને લાભ ભોગવે છે. મુખ્ય લાભ વિદ્યાવૃદ્ધિને છે. ગુજરાતમાંથી કેળવણુંખાતામાં એજ પુરૂષ જેનું આ જન્મ ચરિત્ર લખું છું તે પ્રથમજ જોડાયા ને પિતાના તનમનથી શ્રમ લઈને ગુજરાતમાં