________________
ગુજરાતી સામયિક પત્રો
આપણું પત્રકારોની આવી વિષમ અને મુશ્કેલીભરી સ્થિતિ હોવા છતાં શરમની વાત તો એ છે કે આ પત્રકારોમાં કોઈ પ્રકારનું સંગઢન નથી. જે એમનું સંઘબળ જામે તે એમના વિકાસમાં તેમ આર્થિક અસ્પૃદયમાં ઘણે ફેર પડે.
આ યુગ સંઘયુગનો છે. પાશ્ચાત્ય દેશમાં પત્રકારિત્વ બહોળું ખીલેલું છે; તો પણ ત્યાં પત્રકારોનાં મંડળ અને સંઘે છે. તેમના હકનું અને હિતનું એ સંસ્થાઓ રક્ષણ કરે છે; એટલું જ નહિ પરંતુ એમને કોઈ સભ્ય માંદગીને લઈને કોઈ અકસ્માતથી યા વ્યાધિથી મુશ્કેલીમાં આવી પડે તે તેને મદદ કરવા સારૂ એક ફંડ પણ સ્થાપવામાં આવેલું છે. એ ફંડ વધતું રહે તે સારૂ પ્રતિ વર્ષે જાણીતા અને મુખ્ય લેખકોને સાથ અને સહકાર પ્રાપ્ત કરી, એક પ્રકાશન કાઢવામાં આવે છે, જેને નફે સદરહુ ફંડના લાભાર્થે જાય છે.
સન ૧૯૨૪-૨૫ માં ગુજરાત પત્રકાર મંડળે આ પ્રકારે આપણા પત્રકારને આર્થિક સહાયતા આપવાનું અનુકૂળ થઈ પડે એ આશયથી “લેખક મિત્ર” નામનું એક પુસ્તક દર વર્ષે કાઢવાનો નિર્ણય કર્યો હત; અને તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે એવામાં અમદાવાદની સાહિત્યત્તિજક સભા તરફથી “વિણ” નામક વાર્ષિક પુસ્તક પ્રસિદ્ધ થતાં, એ વિચાર પડતો મૂકાયો હતે.
આપણે દેશી પત્રકારિત્વમાં નડતી મુશ્કેલીઓ, તેના વિકાસમાં આવતા * સરખાવોઃ
"There was in England an institution called the Newspaper Fund. Grants for the relief of distress arising from sickness, unemployment and other causes, for the maintainance of widows and orphans and for education amounted to $ 21,288 during the 1982..........In India, there was greater need for the recognition of the dire want that prevailed among those connected with the Press and their dependents.”
[ The Press in India, Address at Mysore journalists' meeting by Dr. C. V. Raman. – The Hindu, 18th September 33 ]
૨૩