________________
પુસ્તકનું રૂપવિધાન
મેટે ટાઈ૫ ગ્રંથદેહમાં અને નાને પાદનોંધ અથવા અવતરણમાં વપરાય તે જ પ્રકારે, એથી ઉલટા ક્રમમાં, ઝીણે ટાઈ૫ જ્યાં ગ્રંથદેહમાં વિષરાયે હોય ત્યાં તેને જોડીદાર એ માટે ટાઈપ મથાળા તરીકે વાપરવાથી પણ એટલો જ શોભી નીકળે. ઑલ ટાઈપના સળંગ લખાણમાં પેટામથાળા તરીકે સવાઈ પાઇકાને વાપરવાથી બહુ સુરાગી રચના થશે. શ્રી બલવન્તરાય ઠાકોરને તાજેતરમાં બહાર પડેલા “માલવિકાગ્નિમિત્ર' નાટકમાં છેડે મનનિકા ટીકા'માં આ રીતને ઉપયોગ થયો છે તે સુંદર લાગે છે.'
પાઈકોની સાથે સવાઈ પાઈક એક સ્થળે વાપરવાથી બહુ સુમેળ સાધે છે. તે તેની પૂછપંક્તિઓ (જેને ફિગરલાઈન અથવા પેઈજલાઈન કહે છે તે)માં. પ્રત્યેક પૃષ્ઠને મથાળે આવતી, તે તે પૃષ્ઠને અંક તથા તેમાંના વિષય કે પ્રકરણનું નામ અને ગ્રંથનામ ધરાવતી આ લીટીઓ કઈ વાર
મૉલ બ્લેકમાં, કોઈ વાર પાઈકા બ્લેકમાં અથવા ઘડિયાં છાપખાનામાં છે. વચ્ચે આવી * સર્પાકારી લીટી મૂકીને ચાલુ પાકા ટાઈપમાં જ મૂકી દેવામાં આવે છે; તેને બદલે સવાઈ પાઈકામાં તે લીટી લેવાથી બ્લેક ટાઈપની પેઠે કાળા જાડા રૂપમાં આગળ ખેંચાઈ ન આવતાં પૃદેહનાં બીબાંની સાથે સુરાગ રચતી છતી જુદી તરી આવશે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ હમણાં જ બહાર પાડેલા “વીર નર્મદ’ નામના પુસ્તકમાં આ રચના જોવા મળશે.
હવે મથાળાંનાં બીબાં વિષે. પુસ્તકના પૃષ્ટનું કદ મોટું હોય–કાઉન આઠ પિજી (કુમારનું કદ) અથવા ડેમી ચાર પેજી (“સ્ત્રી શકિતનું કદ ) હોય-– પૃષ્ઠપંક્તિઓમાં પાઈકો બેંક અને ચાલુ પૃદેહનાં પટાંમથાળામાં સ્મલ બેંક માફકસર આવી રહે. ઑલ બ્લેક નાનો, સુડોળ ગળાકૃતિનો અને ઘેર-ઘાટો હોવાથી ચાલુ પાઇકાના લખાણમાંથી સારો તરી આવે છે, અને પાઈને બ્લેક જ્યાં મેટો પડે ત્યાં તે બહુ જ સુંદર રીતે બંધ બેસે છે. પણ તેનો ઉપયોગ બહુ વિવેકદૃષ્ટિથી કરે જોઇએ. અહીં એક રમૂજી દૃષ્ટાંત યાદ આવે છે. બૃહદ્ ગુજરાતના એક માસિકના તંત્રી-મિત્રને એ પ્રકારે એ ટાઈપનો ઉપયોગ કરવાનું એકવાર કહેલું, કે પાઇકા ટાઇપના ભર્યા પૃષ્ઠમાંથી કોઈ નાની કવિતા તરી આવે એવી રીતે છાપવી હોય તે સ્મલ બ્લેક ઉપયોગને છે. પણ ત્યારની એ માસિકની બધી જ કવિતાઓ–ગમે ત્યાં લેવાય છતાં ઍલ બ્લેકમાં જ આવ્યા કરે છે !