________________
પુસ્તકનું રૂપવિધાન
કારી જગ્યાની છૂટ મૂકવામાં જે તાલનશક્તિ અને વિવેકબુદ્ધિ જોઇએ તેની વાત ઉપર આવી ગઇ. એ તેાલન અને ગણત્રી પૃષ્ઠના કદ અને તેમાં આપણને મળતા black mass-ટાઇપથી ભરેલા સમૂહના કદ ઉપર અવલંબે છે. માર્જિના કઇ ઢબે રાખવાં તેની વિસ્તૃત અને ચિત્રા સાથેની સમજણ આ લેખમાળાના ખીજા હપતામાં આવી ગઇ છે, એટલે અહીં તેનું લંબાણ કરવાની જરૂર નથી; અને એકવાર એ પ્રમાણબુદ્ધિ આવી જાય એટલે કોઇપણ ચબરાક માણસ તેમાંથી અવનવી રચનાના ઉઠાવ ઉપજાવી શકે. પ્રકરણનાં મથાળાં ચીલાચાલુ પતિએ વચ્ચે જ ન રાખતાં એક છેડે ગોઠવી શકાય; પ્રથમાક્ષરેાના પેટામાં ભલેને એ લીટી બંધબેસતી સમાઇ જતી હેાય છતાં એ મેટા ટાઇપને એકલા મિનારા જેવા છુટા પણ ઊભા કરી શકાય; પ્રથમાક્ષરા લીટીની શરૂઆતથી જ ન લેતાં લીટીની વચ્ચેથી પણ શરૂ કરી શકાય. પરંતુ આ બધી છૂટ લેનારમાં કરી અને ભરેલી જગ્યાએમાં પ્રમાણ સમજવાની તથા તેનું તાલન કરવાની સારી શક્તિ આવી ગએલી હોવી જોઇએ. અંતે તે માણસની રસવૃત્તિ અને રૂપષ્ટિ જ મહત્ત્વની છે. એવી દષ્ટિ વિનાના છાપખાનદાર સાધનાના ખડકલા પેાતાને ત્યાં હોવા છતાં પણ તમને સતાષકારક કામ ન આપી શકે; જ્યારે બહુ પિરિમત તથા નવાં સાધના વડે ચલાવતા પણ એ દિષ્ટ ધરાવતા મુદ્રક તમારા પુસ્તકનું મનમાહક રૂપ સરજી શકે.
કલાનું સ્થાન જીવનના એકેએક ક્ષેત્રમા છે. એક નાચીઝ શકોરૂં ધડનાર કુંભકારથી માંડીને મેટા શિલ્પી સુધીના બધા ધંધાએામાંના એવા કલાકારા એ સમાજનું ઉત્કૃષ્ટ અંગ છે, સમાજની સમૃદ્ધિ છે. પ્રજાની ઊંચી રસદિષ્ટ અને સુરૂપતા માટેના શેખ જ તેને સરજાવશે.
પુસ્તકના સર્વસામાન્ય રૂપવિધાનનું મુખ્ય અંગ આપણે જાણ્યું. હવે તેનાં સુશોભનો તથા ચિત્રાલેખના વિષે વિચાર કરીશું.
બચુભાઇ રાવત