________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
અંતરાયે, તેની અપૂર્ણતાઓ, તેના વહિવટની ખામીઓ, એ બધું ઉપલક રીતે જોઈ ગયા. આપણે જાણીએ છીએ કે વિદ્યુત વેગથી આજે પત્રકારિવ ગાત કરી રહ્યું છે; અને જનસમુદાયના માનસ પર તે પ્રબળ છાપ પાડે છે; એટલું જ નહિ પણ તે છાપ વિચારની એકરૂપતા લાવે છે. (Mass Production) એક સામટે અને બહોળો જથાની ઉત્પત્તિના જે લાભ ગેરલાભ હોય છે તે એમાં રહેલા છે. પણ એ પ્રશ્નની ચર્ચામાં આપણે નહિ જઈએ.
પણ આપણા છાપાંએ, જે સ્થાન પૂર્વે આપણે શાસ્ત્રોનું, સંસ્કૃત ગ્રંથનું હતું તે પ્રાપ્ત કર્યું છે. પત્રમાં આવેલી ખબર પ્રમાણભૂત મનાય છે. તેના સત્યાસત્યની પરીક્ષા કરનારા થડા હોય છે.
આવા જબરજસ્ત શસ્ત્ર-સાધનને ઉપયોગ અને વહિવટ પ્રામાણિક, સત્યપ્રિય, બુદ્ધિશાળી અને સમર્થ દુરદેશવાળી, દુનિયાના અનુભવી અને કસાયેલા કલમબાજના હાથમાં હોય એમ સૌ કોઈ ઈચ્છશે.
લેખનવાચનના શોખથી અને સેવાભાવી નવયુવકે એ ધંધા પ્રતિ ખેંચાય છે; નામ અને કીર્તિનાં પ્રલોભને પણ થોડાં નથી.
આમ તેની જનસેવા કરવાની શક્તિ અમાપ છે તેમ તેને દુ૫યોગ પણ સહેલાઈથી થઈ શકે છે.
વાતે તેનું તંત્ર ગ્ય, સંસ્કારી અને સુશિક્ષિત વર્ગના હાથમાં જાય એ આવશ્યક છે; અને એવા મનુષ્યો, પૈસા ખાતર નહિ તો પત્રકારિત્વની પ્રીતિ અને તેની પ્રતિષ્ઠા ખાતર, તે દ્વારા થતી જનસેવા ખાતર એ ધંધામાં જોડાય એમ આપણે વાંછીશું.
તે પૂર્વે પત્રકારોનું સંગઠ્ઠન થાય, તેમનું સંઘબળ જામે અને તેમના હક્ક ને હિતના સંરક્ષણ અને સંવર્ધન અર્થે એક ગુજરાતી પત્રમંડળ સ્થપાય એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. એ મંડળ દ્વારા પત્રકારિત્વને લગતાં અનેક પ્રશ્નો વિચારી તેમ ચર્ચા શકાશે; અને એક વ્યક્તિ, પછી તે ગમે તેટલી મોટી અને પ્રતિષ્ટાલબ્ધ અને સાધનસંપન્ન હશે તે એક સંસ્થાની પ્રતિષ્ઠા, લાગવગ અને માનની તોલે આવી નહિ શકે. યંત્ર કરતાં મનુષ્ય મહટે છે; અને એક વ્યક્તિ કરતાં એક સંસ્થા-સમાજ મહોટે છે. એવું એકાદ ગુજરાતી પત્રકાર મંડળ અસ્તિત્વમાં આવશે તે આ મારા લેખ પાછળ લીધેલે શ્રમ સફળ થયેલો હું સમજીશ. અમદાવાદ,
- હીરાલાલ ત્રિ, પારેખ તા. ૨૩-૯-૧૯૩૩
૨૪