________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
ખીબાંને કરવાને રહે. ઈંગ્લડ-અમેરિકામાં તો અનેક રૂપ, મરોડ, ઘાટ, ડાળ, વલણ અને ઉટાવનાં ખીબાં હયાતી ધરાવે છે ને દર વર્ષે તેમાં વધારા થતા જાય છે, એટલે ત્યાં તે ગ્રંથના વિષયના પ્રકાર તથા તેની ભાવનાના પ્રમાણમાં ખીખાંની પસંદગી કરવામાં આવેછે. આપણે ત્યાં, દુર્ભાગ્યે, આ ધંધાની શરૂઆત થઇ હશે ત્યારથી બીબાંના જે મરેાડ, કદ અને ઘાટ મુકરર થયાં તેમાં ભાગ્યે જ જીવ જેવા સુધારા કે વધારા થયા છે. એટલે, પસંદગીનું ક્ષેત્ર મર્યાદિત હાવાથી જુદા જુદા ઉદ્દેશ માટે જરૂરનાં વિવિધ ભાવવહન કરતાં ખીમાંના અભાવને લીધે કામ સારવામાં અતિશય મુશ્કેલી પણ વેઠવી પડે છે.
આપણે ત્યાં બીબાંનાં જે કદ તથા પ્રકાર છે તેની નામવાર એળખ આ લેખમાળાના પહેલા જ હપતામાં અપાઈ ગઈ છે; છતાં અહીં તેનાં ઘાટરૂપ અને વપરાશના ગુણધર્મ વિષે વિગતે વિચાર કરવાના હોવાથી આ નીચે તે ફરીથી બતાવ્યાં છે. પ્રત્યેક લીટી જીદા ખીબામાં છે, અને તે લીટીમાંજ તે ખીખાનું નામ તથા તેની ઉપયેગિતાનું સૂચન (બની શક્યું ત્યાં) દર્શાવ્યું છે. એ ઉપયેાગિતાના મહત્ત્વના પ્રમાણમાં આપણે તેને તપાસીશું.
જેને પુસ્તકના body-type કહે છે તે, સમગ્ર ગ્રંથદેહમાં વાપરવામાં આવતાં ખીમાંનાં તે આપણે ત્યાં તે મુખ્ય એ જ કદ અને રૂપ છે. એક પાઈકા; બીજો તેનાથી સહેજ મેટા સવાઈ પાઈકા, અથવા ઈંગ્લિશ પાઇકા ટાઇપેાનું કદ સમજવા માટેના પરિમાણને અંગ્રેજીમાં પાઇન્ટ કહે છે. એક પાઇન્ટ એટલે એક ઇંચના ૭ર મેા ભાગ. આ પિરમાણુના માપે ટાઇપ જેટલેા ઊંચે હાય તેટલા પાઈન્ટના કહેવાય. પાઈકા ટાઈપ ૧૨ પાઇન્ટના અને સવાઈ પાઈકા ટાઈપ ૧૪ પાઇન્ટના હોય છે. એટલેકે પાઈકાથી લગભગ સવાયે માટે સવાઈ પાઈકા. પણ આ જ સાઇ પાઇકા ૧૨ પોઇન્ટના કદમાં પણ પાડેલા આવે છે; એટલે કે એને face-મ્હારા-સવાઇ પાઈકાના, પણ ઊંચાઇમાં તેનું કદ પાઈકાનું. આ જાતને · પાઇકા-નંબર ટુ ' કહે છે. નજીક નજીક લીટીઓવાળું ભર્યુંભર્યું ગીચ લખાણ લેવું હોય, ખીમાં મેટાં વાપરવા છતાં લખવાની વધારે લીટીઓ પૃષ્ઠમાં લેવી હોય ત્યારે આ ટાઈપ વપરાય છે. ‘કુમાર'નાં પહેલાં પાનાં ઉપર આવતાં કાવ્યેા સવાઈ પાઈકામાં આવે છે; ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના અગ્રલેખ બધા ‘ પાઈકા-નેબરહું' માં આવતા હતા. એ બંનેની સરખામણી કરવાથી લીટીએ વચ્ચેની જગ્યાના તફાવત સમજાશે.
૬૨