________________
પુસ્તકનું રૂપવિધાન
૧ રૂપરચના અને બીબાં Pો પહેલાંના ત્રણ હપતાઓમાં આપણે પુસ્તકના દેહઘડતર વિષે
જરૂરની બાબતે ટૂંકામાં જોઈ ગયા. હવે તેના રૂપવિધાન વિષે થોડું વિચારીએ.
ઘરવખરીની કઈ મામૂલી ચીજ ખરીદવી હોય છે તે પણ આપણે તે બજારમાંથી સારામાં સારી મેળવવાની ચીવટ રાખીએ છીએ. ત્યારે પુસ્તક એ તે પોતાનું સર્જન. ગ્રંથકાર તેના પ્રત્યેના અપત્યપ્રેમને કારણે તેને ઉત્તમ રૂપમાં પ્રકટ થએલું જોવા ઈ તેજાર હોય એ સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે આપણે ત્યાં ગ્રંથનું સુઘડ ને મનગમ મુદ્રણ કરી આપનારાં છાપખાનાં બહુ જ ઓછાં–આંગળીને વેઢે ગણી શકાય એટલાં છે. આથી પિતાના ગ્રંથના રૂપવિધાન માટે આતુર ગ્રંથકારને ઘણીવાર નિરાશા થાય છે. સુંદર, ઉઠાવદાર, સુઘડ ગૌરવવાળાં અંગ્રેજી પુસ્તકો રાતદિવસ એના હાથમાં આવ્યા કરતાં હોય છે, અને પિતાનું પુસ્તક પણ એવા આકર્ષક દેખાવ સાથે બહાર પડે એવી હોંશ હોય છે. પણ ઉપર જણાવેલી પરિસ્થિતિમાં એ બર લાવવી દુષ્કર જણાય છે. આવા સંજોગોમાં, ગ્રંથકારને પિતાને જ જે કાંઈક ચંચુપ્રવેશ એ બાબતમાં હોય તો કોઈ પણ પ્રામાણિક ઉત્સાહી છાપખાનદાર પાસે, સંપૂર્ણ રીતે મન માન્યું નહિ તો પણ સંતેષકારક કામ તે કરાવી શકે.
ગ્રંથના દેહઘડતર જેટલું જ વિસ્તારી તેના રૂપવિધાનનું પણ શાસ્ત્ર છે; પરંતુ આ ટૂંકા લેખમાં તે થોડાં માર્ગદર્શન કરીને જ સમેટવું પડશે. પુસ્તકની એ રૂપરચનામાં આટલી વસ્તુઓ મુખ્યત્વે સધાવી જોઇએઃ સુડોળ અને યોગ્ય બીબોની પસંદગી; પૃષાકૃતિમાં તેની પ્રમાણબદ્ધ રચના; બરોબર એકબીજાની પાછળ જ છપાએલાં પૃષ્ઠોની સુગ્રથિત–સુખચિત પૃષરચના; મનોરમ ઉઠાવ આપતી ચોતરફની કેરી જગ્યાની વહેંચણી; સુઘડ મુદ્રણ પુસ્તકની જ ભાવના પ્રગટ કરતાં યોગ્ય સુશોભન અને ચિત્રાલેખને તથા આંખને રંજક અને સુમેળવાળી રંગરચના. એ બધાં એક પછી એક જોઈએ.
ગ્રંથવિધાનનું મોટામાં મોટું અંગ તે બીબાં, જે વડે પુસ્તકને દેહ આકૃતિ પામે; એટલે એ દેહના રૂપને વિચાર કરતાં પહેલો જ વિચાર