________________
ગુજરાતી સામયિક પત્ર
રતાપૂર્વક રાહ જોવાય છે. ગાંધીજીના, મહાદેવભાઈ અને કાકાસાહેબ કાલેલકરના એ વિષય પરના તેમ એમના અન્ય લેખો વાંચવાનો લાભ મળવો એ પણ એક જીવનની લિજજત છે. એવું ઉંચી કોટિનું, જીવનને સ્પર્શતું અને જીવનને પ્રબોધતું ને પ્રેરક તે લખાણ સામાન્યતઃ હોય છે.
છતાં હરિજનોના આર્થિક, કેળવણી વિષયક અને સામાજિક પ્રશ્નો ચર્ચવા અને તેમના સારૂ રચનાત્મક કાર્યો ઉપાડી લેવા અને તે વિષે પ્રચાર કાર્ય થવા વધુ પત્રેની આવશ્યકતા લાગે છે.
આ પ્રશ્નને અંગે આપણા હિન્દુ ધર્મનો પ્રશ્ન આપણી આંખ સમીપ આવી ઉભું રહે છે. હરિજનના ઉદ્ધારથી હિન્દુ ધર્મને કશી હાનિ પહોંચવાની નથી; ઉલટું હરિજને જેએ પિતાને હિન્દુ કહેવડાવવાને માન અને ધર્મ સમજે છે, તેમની ગણના હિન્દુ સમાજમાં કાયમ રહેતાં, આપણા હિન્દુઓનું સંગઠ્ઠન મજબુત થશે, એ નિઃસંદેહ છે.
હિન્દુ તરીકે આપણે આપણા ધર્મ વિષે ભાગ્યે જ સ્વતંત્રપણે અને તટસ્થતાથી વિચાર કરતા હોઈશું.આ વિષયને ચર્ચતા પત્રોની સંખ્યા ૧૫ની નોંધાયેલી છે પરંતુ તેમાંનાં ઘણુંખરાં પ સાંપ્રદાયિક છે; અને તેમાં મૌલિક વિચાર, વિવેચન કે ચિંતન જેવું જવલ્લેજ જોવામાં આવશે. ખરે, તેનો અભાવ છે એમ કહેવું ખોટું નથી. તેની સરખામણીમાં ઈગ્રેજીમાં પ્રસિદ્ધ થતાં ધર્મચિંતન, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ધર્મગ્રંથના ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિએ થતાં નિરૂપણ અને અન્વેષણના લેખો, ત્યાંના અગ્રગણ્ય ત્રમાસિક-હિબર્ટ જર્નલ, ફિલોસોફિકલ રિવ્યુ વગેરેમાં વાંચવામાં આવે છે ત્યારે મનને ખેદ થાય છે કે એમાંને શતાંશ જેટલા વાચનનો લાભ પણ ગુજરાતી વાંચનારી જનતાને મળતો નથી; એટલે અંશે તેના આત્મવિકાસમાં બહારનાં સાધન અને મદદની તેને ઉણપ રહે છે, એમ મનને ખેદ થયા કરે છે.
પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવ કે દી. બા. નર્મદાશંકર મહેતાને, શ્રીયુત નરસિંહરાવ કે મહાત્મા ગાંધીજી કે કાલેલકરનો ધર્મવિષયક એકાદ લેખ વાંચતાં, કેટલો આનંદ થાય છે; આત્માને કેટલી બધી સ્કૂર્તિ મળે છે; એવી પ્રેરણા ઉપરોકત ઇગ્રેજી લેખો વાંચતાં થાય છે, તેમાંનું ગુજરાતી ધર્મમાસિકોમાં કાંઈ પ્રસિદ્ધ થતું નથી એમ સખેદ કહેવું જોઈએ.
અન્ય પ્રાંતોમાં એવી ઉદાસિનતા નજરે પડતી નથી. વેદ, ઉપનિષદ, પુરાણો વિષે બેલતાં આપણે તેનાં ભારોભાર વખાણ કરીએ પણ તે ગ્રંથો ભાગ્યેજ જોવામાં આવ્યાં હોય ! તે પછી વાંચવાની તો વાત કયાં રહી ? તેને પરિચય ગુજરાતી વાચકોને કરાવવામાં આવે તો એ પણ છેડે લાભ ન કહેવાય.