________________
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
થી
૩ાિ .
કોમની દૃષ્ટિએ જોતું હોય એવું એમનું એકજ પત્ર છે, જેની શતાબ્દી ગયે વર્ષે ઉજવાઇ હતી, તે “જામે જમશેદ”; નહિ તે બીજા બધાં પત્ર સર્વસામાન્ય હોય છે અને તેમાં કેમ ભેદ કવચિત જોવામાં આવે છે. હળવું સાહિત્ય પૂરું પાડવામાં એમનો હિસ્સો નહાનોસુનો નથી, હિન્દી પંચે વર્ષો સુધી રમુજી ચિત્ર અને કટાક્ષ ચિત્રો રજુ કરીને પ્રજાને આનંદ આપ્યો હતો. “ગપસપ” પણ આજે જ્ઞાન સાથે છેડી ગમ્મત આપતું નથી; અને એમના “પુરસદ ” અને “નવરાસ” માસિકે તે વાર્તા રસિકેના માનીતા પત્રો હતાં, જેની ફાઇલો મેળવવા શેખીને મહીં માગ્યા દામ આપતા હતા. એવું બહુ થોડા ગુજરાતી માસિક માટે કહી શકાશે.
સન ૧૯૨૦ પહેલાં બાલ સાહિત્ય સમૂળગું નહોતું; તે પછી માસિકોની વાત જ શી ? આજે બાળક માટે આઠ માસિક નિકળે છે; તે સિવાય ત્રણે સ્ત્રમાસિક તેના અંકમાં બાળ વિભાગ જાદો આપે છે.
સ્ત્રીબોધ” બહુ જુનું અને જામેલું સ્ત્રી માસિક છે; અને તેના નામ પ્રમાણે તે જ્ઞાનબોધક છે. “ગુણસુંદરી” નવીન સ્ત્રીજીવનને બંધ બેસતું અને સ્ત્રીજીવનના ગુણોને વ્યકત કરે છે; જ્યારે “સ્ત્રી શકિત” અઠવાડિક આજની નવયુવતિઓની શકિતનું માપ કાઢે છે; અને તે સર્વે સાધન અને સંજોગાનુસાર ગુજરાતી સમાજની સુંદર સેવા કરે છે, એમ જણાવતા આનંદ થાય છે.
મજુર વર્ગનું હિત સાચવતા ત્રણ પત્રો જોવામાં આવે છે; તેમાં જાણીતું અને સાધનસંપન્ન અમદાવાદ મજુર ઓફીસ તરફથી પ્રગટ થતું “મજુર સંદેશ” છે અને તે સંસ્થાની સઘળી પ્રવૃત્તિઓ પેઠે મજુરના સંગઠ્ઠન, ઐક્ય અને હિત સાધવામાં એ પત્રને ફાળે હોટે છે. “લાલ મીલ” અને “બેકાર” એ નામનાં પત્રે હમણાં જ બહાર પડવા માંડ્યાં છે; એટલે તેનું પરિણામ એક્કસ રીતે જાણવાને સમય જોઈએ.
હરિજનને પ્રશ્ન આજે હિન્દુ જનતાને મુંઝવી રહ્યો છે. હરિજન ન્યાય માગી રહ્યા છે. મનુષ્ય તરીકેના તેઓ હક્ક મેળવવા ઇચ્છે છે. સમાનતા અને સ્વાતંત્ર્ય માટે આપણે હિન્દી જ લડી રહ્યા છીએ તે પછી એમને કેવી રીતે એ હક્કની ના પાડી શકીએ એ સમજાતું નથી.
મહાત્માજીના “હરિજન” અઠવાડિકની એમાંના લેખેને લીધે આતુ
દ