________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. જે
⟨Saturday Review of Literature' માં સિનેમા જોનારાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં દર અઠવાડિયે સાત કરેાડથી વધુની નેાંધી હતી. આપણે અહિં પણ સિનેમા લોકપ્રિય નિવડતા જાય છે અને તેને લાભ લેનારા પણ વધતા જાય છે. આ વિષે અગ્રલેખ લખતાં “Evening News'' પત્રના તંત્રીએ જે અભિપ્રાય દર્શાવ્યા હતા તે ઉતારવા વાજી થઇ પડશેઃ—
"The Cinema has a mission in India second to that of the Press. As an instrument for the education of the rural population it has an important part to play. It is therefore necessary that film producers should work with this end in view, determined to increase the significance of their contribution to national life. "*
હળવું સાહિત્ય કરતાં પણ વધુ સંખ્યામાં જ્ઞાતિપત્રા છપાય છે. તેની કુલ સંખ્યા ૩૬ છે. તેમાં એક અઠવાડિક, એ પખવાડિક, એ દ્વિમાસિક, ત્રણ ત્રૈમાસિક અને અઠ્ઠાવીશ માસિક છે.
જ્યાં જ્ઞાતિની ભાવના નિર્મૂળ કરવાને પ્રયત્ન થાય છે, ત્યાં આ પ્રકારની જ્ઞાતિની સકુચિત પ્રવૃત્તિ આદરણીય નજ થાય. જ્યાં સમાનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તજવીજ થતી હોય ત્યાં વાડા, એકડા અને અને ધોળને તિલાંજલિ જ આપવી વાસ્તવિક થઈ પડે. ચાર વર્ણ ની યેાજના સરલ અને સમજાય એવી છે; તે પછી જે કૃત્રિમ બંધના ઉભાં કરવામાં આવ્યાં છે તે છેદે જ છૂટકા છે.
જે જ્ઞાતિપત્રા પ્રસિદ્ધ થાય છે તે બહુધા નાનાધક હોય છે; અને જે કોઇ જ્ઞાતિપત્ર તેના જ્ઞાતિ સુધારણાના અને જ્ઞાતિહિતના પ્રશ્નો ચર્ચો છે. સમગ્ર એક વર્ણના સંગઠ્ઠન અને ઐય માટે જે કાંઇ પ્રયાસ થતા હાય તા તેનું પરિણામ નહિ જેવું જ જણાયું છે. આ જ્ઞાતિપત્રે તેમના જ્ઞાતિ કુંડાળામાં કેવી અસર પેદા કરે છે, તે જાણવાને કોઇ સાધન નથી. એ તા જ્ઞાતિપત્રાના તંત્રીએ તેમના સ્વાનુભવ જાહેર કરે ત્યારે ખરી હકીકત બહાર આવે. હું એક જ્ઞાતિપત્ર વિષે કહી શકું એમ છું; અને
* Evening News of India. ~Page 8.
૧૪