________________
ગુજરાતી સામયિક
.
ઉપરોકત સિનેમા પા ચાલુ ચિત્રપટ વિષે તેમ નવા તૈયાર થતા ચિત્રપટ અને બોલપટ વિષેની જાણવા જેવી અને ઉપયુક્ત માહિતી રજુ કરે છે અને તેમાં ભાગ લેનારા જુદા જુદા પાત્રોનો, તેમનો મુખ્ય પાર્ટી અને અભિનય વિષે રસિક વિગત આપી, પરિચય કરાવે છે તે એક પ્રકારનું તેને સાનુકૂળ અને ઉત્તેજક વાતાવરણ ઉભું કરવામાં મદદગાર થઈ પડે છે. આ દષ્ટિએ આ પત્રે જરૂરનાં છે.
તેને ઉપયોગ બીજી રીતે પણ થઈ શકે એમ છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ બહુ મોટું છે. અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના પ્રજાને વત માનપત્રોને સંદેશો પહોંચવાનો નથી. એ સત્કાર્યમાં સિનેમા આપણને બહુ ઉપયોગી થઈ પડે એમ છે. અક્ષરજ્ઞાનના અભાવે પ્રજાનું જીવન એળે જાય છે, તેમને આપણે ચિત્રપટ દ્વારા કંઈક રાહત આપી શકીશું; તેમના જીવનમાં રસ રેડી શકીશું. એ રીતે સિનેમાની શક્તિ અને સામર્થ્ય અતુલ છે.
આપણા પત્રમાં ચિત્રપટ અને બોલપટ વિષે પ્રમાણમાં વધુ અને વધુ માહિતી અપાતી રહે છે, તે આશાજનક છે; પરન્તુ હિન્દી સિનેમા કંપનીઓ જે ચિત્રપટ અને બેલ પટે તૈયાર કરે છે, તેમાં સુધારા માટે મોટો અવકાશ છે. ધાર્મિક ફિલ્મોની વિરુદ્ધ મારે કાંઈ કહેવાનું નથી; પણ અત્યારની જરૂર પ્રજાને નવીન વિચાર અને ભાવનાથી પરિચિત કરવાની છે; ખાસ કરીને સાંસારિક અને સામાજિક જીવનમાં પરિવર્તન આણવાની છે. તે કાર્ય આ પુરાણું ધાર્મિક ફિલ્મોથી પાર પડવું શક્ય નથી. - આપણને ઈગ્રેજી ફિલ્મ-ચિત્રપટ અને બોલપટ-બંને સારી સંખ્યામાં જેવા સરખાવવાને મળે છે. કોઈ પણ તટસ્થ નિરીક્ષક છે અને આપણી ફિલ્મ જોઈને કહી શકશે કે એ ક્ષેત્રમાં આપણે હજુ શિખાઉ છીએ. આપણું પત્રોમાં એ પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાય છે. તા. ૧૭ મી સપ્ટેમ્બરના વીસમી સદી” ના અંકમાં એ વિષે નોંધ માલુમ પડશે. સપ્ટેમ્બર માસના “નવયુગ” ના અંકમાં “મીસ ૧૯૩૩” નું અવલોકન લખતાં તેના વિવેચકે કેટલીક વિચારણીય સૂચનાઓ રજુ કરેલી છે. એ વિષય ચર્ચવાનું આ
સ્થાન નથી; પણ એટલું સૂચવી શકાય કે એમાં શિક્ષિત વર્ગો મોટી સંખ્યામાં જોડાઈ સિનેમાને એક ધંધા તરીકે તેમ શિક્ષણના સાધન તરીકે ખીલવવાની અને વિસ્તારવાની અગત્ય છે. થડા દિવસ પર
૧૩