________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
થોડા સમય પર મરાઠીમાં મુખ્ય દશ ઉપનિષદોને અનુવાદ ભીડેશાસ્ત્રીએ માસિકરૂપે બહાર પાડ્યું હતું અને તે પ્રયોગ સફળ નિવડે હતા. હમણાં ઔધના જાણીતા કાર્યકર્તા પંડિત સાતવળેકરે ભગવદ્ગીતાનું પ્રકાશન માસિકરૂપે શરું કર્યું છે; અને તેમના હસ્તે સંપ્રાદન થતું “પુરૂષાર્થ” માસિક એવુંજ બીજું ઉપયોગી કાર્ય કરે છે.
હિન્દીમાં “કલ્યાણ” માસિકની સેવા સર્વત્ર પ્રશંસા પામી છે; અને તેના વિશેષાંક આપણા ધર્મવિચારના નિધિરૂપ જણાયા છે.
આવું ઉત્તમ ધાર્મિક વાચન ગુજરાતી પ્રજાને મળતું રહે એવો પ્રબંધ તાકીદે થવો જોઈએ એમ મને લાગે છે.
સામાન્ય સામયિક પત્રોમાં આપણે હવે ગુજરાતી દૈનિકે અને અઠવાડિકનો વિચાર કરીએ.
મુંબાઈમાં પ્રસિદ્ધ થતાં દૈનિક પુષ્કળ અને ઉપયોગી વાચનસામગ્રી પૂરી પાડે છે અને તે માહિતી વિધવિધ પ્રકારની તેમ મનને રંજન કરનારી પણ હોય છે, તેની સાથે દરેક પત્રનું વ્યક્તિત્વ તેના સંપાદનમાં જુદું તરી આવતું જોવામાં આવે છે.
પરંતુ તળ ગુજરાતમાંથી નિકળતા દૈનિક માટે એવું કહી શકાય એમ નથી; પણ તેમની લોકપ્રિયતા જોતાં, તેના સંચાલકે તેની સુધારણાનું કાર્ય ઉપાડી લે તો તેનો પ્રચાર વધવાની સાથે તેની ઉપયોગિતા વધે અને તે વધારે અસરકારક નિવડે.
થોડાક દિવસે પર મુસાફરી કરવાનું પ્રાપ્ત થતાં, મેં જોયું કે હાનાં હાનાં સ્ટેશન પર અમદાવાદનાં દૈનિકપત્રો માટે ચાલુ માગણી થતી હતી, જેને તેને ન્યુઝ એજંટ પહોંચી શકતો ન હતો.
લોકોને નવું અને તાજું વાંચવાની અભિરુચિ ખીલી છે તે અને પાનું સસ્તાપણું-એક પૈસાની કિસ્મત–આ બે તેની ફતેહનાં કારણો છે.
વર્તમાનપત્રના બીજા લાભોની સાથે લેક શિક્ષણમાં તેને ફાળો થોડે નથી; અને આ દૈનિક પત્રોના સંચાલકે જ્ઞાનપ્રચારના ઉદ્દેશથી, યેજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે જનતાના હિતને ઉપયોગી થાય એવી માહિતી અને વાચન આપવાની તજવીજ કરે તે તેની અસર બહોળી થવા પામે અને દેશની સુધારાની પ્રગતિમાં પણ ફેર પડે. - પાનું આવશ્યક અંગ ન્યુઝ-સમાચાર-છે; તેમ છતાં આપણી હિન્દી-ગુજરાતી ન્યુઝ એજન્સી નહિ હોવાથી આપણા દૈનિક પત્રોમાં સ્થાનિક—આપણે પ્રાંતની ખબરે દેશપરદેશની ખબરના પ્રમાણમાં ઓછી
૧૮