________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સિનેમા વિષે પણ એવું એક કલમ કેટલાક દૈનિકપત્રો અને અઠવાડિકમાં જોવામાં આવે છે.
- આમાં ભાર મૂકવાને એ મુદ્દા પર છે કે એ કલમ જે લખાય તે જાણકાર અને અનુભવીથી લખાયેલું હોય, જેનું વ્યક્તિત્વ માલુમ પડી આવે; અને તે એ વિષયમાં રસ લેનારાઓને મદદગાર થાય.
આપણે ઈગ્રેજી દૈનિકમાં જોઈશું તે રમતગમત અને રેસીસ-ઘેડ દેડની સરત પર ખૂબ ધ્યાન અપાય છે; તેવું વ્યાયામ વિષય પર લક્ષ જવું જોઈએ છીએ.
એ વિષયને ચર્ચાતું એકજ “વ્યાયામ” નામનું માસિક બહાર પડે છે; અને તે પણ મરાઠીનું રૂપાન્તર છે.
પ્રજાજીવનની અને રાષ્ટ્રની દષ્ટિએ આપણા પત્રકારો આ વિષયને, તેના જુદા જુદા સ્વરૂપમાં પ્રજા સમક્ષ દરરોજ રજુ કરે, એજ ઈષ્ટ છે.
અક્ષરજ્ઞાન પ્રચારમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ઘણી મદદગાર થઈ શકે.
વડોદરા રાજ્ય એ પ્રશ્નને ઉકેલ્યો છે; અને એ પ્રવૃત્તિના કાર્યકર્તાએને, તેની ખીલવણી અર્થે એક મુખપત્રની અગત્ય જણાતાં “પુસ્તકાલય નામનું માસિક કાઢયું.
હમણાંજ કલકત્તામાં મળેલી અખીલ ભારતવર્ષીય પુસ્તકાલય પરિપદે દેશમાં પુસ્તકાલય પ્રવૃત્તિ સ્થાપવા, પુસ્તકાલયોનું સંગઠ્ઠન કરવા, અને તે પુસ્તકાલયો લેકે પકારક થઈ પડે એવી વ્યવસ્થા કરવા બાંગ પોકારી હતી, આ વિષયમાં આપણને ઉદાસીન રહેવું નજ પરવડે.
આપણા પત્રોને પણ એ પ્રવૃત્તિ પિષક થઈ પડશે.
આપણો દેશ ખેતીપ્રધાન છે. વસ્તીને ૭૫ ટકાને આધાર ખેતીની આબાદી પર છે; તેમ છતાં ખેતીવિષયક એકજ માસિક જોવામાં આવે છે. અન્ય દેશોની સરખામણીમાં આપણે એ વિષયને અવગણે છે એ ખરેખર શોચનીય છે.
આપણું પત્રો આ વિષયોને ચર્ચતાં નથી એમ કહેવાને મહારે આશય નથી. મારું કહેવું એ છે કે આપણું પ્રજાજીવનનાં જુદાં જુદાં અંગેની માહિતી આપતાં, એ વિષયને જ વિશેષે કરીને ચર્ચતા, તેની ખીલવણી અને વિસ્તાર અર્થે પ્રયાસ કરતા વિશિષ્ટ પ્રકારનાં માસિક હોવા જરૂરનાં છે.
એ દષ્ટિએ ઉપર જે આપણા સામયિક પાનું વર્ગીકરણ આપ્યું છે તે ઉપયોગી થશે.
તે પરથી સ્પષ્ટ થશે કે આપણે અહિં પત્રકારિત્વને ખીલવાને