________________
તો આત્મા સ્વયમેવ બંધનનું કારણ છે. ન તો કર્મ વર્ગણાનાં પુદગલ, બંને નિમિત્ત અને ઉપાદાનનાં રૂપથી એક-બીજાથી સંયુક્ત થઈને જ બંધનની પ્રક્રિયાને જન્મ આપે છે. દ્રવ્ય-કર્મ અને ભાવ કર્મ :
કર્મ વર્ગણાઓ કે કર્મનો ભૌતિક પક્ષ દ્રવ્ય-કર્મ કહેવાય છે. જ્યારે કર્મની મનોવૃત્તિઓ ભાવ-કર્મ છે. આત્માના મનોભાવ કે ચેતનાની વિવિધ અવસ્થાઓ ભાવકર્મ છે અને તે મનોભાવ જે નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે પુદ્ગલ દ્રવ્યકર્મ છે. આચાર્ય નેમીચંદ્ર ગોમ્મસારમાં લખે છે કે પુદગલ દ્રવ્ય-કર્મ છે અને તેની ચેતનાને પ્રભાવિત કરનારી શક્તિ ભાવકર્મ છે.' આત્મામાં જે મિથ્યાત્વ અને કષાય અથવા રાગ-દ્વેષ આદિભાવ છે તે જ ભાવ-કર્મ છે અને તેની ઉપસ્થિતિમાં કર્મવર્ગણાનાં જે પુદ્ગલ પરમાણુ જ્ઞાનાવરણ આદિ કર્મ પ્રવૃત્તિઓનાં રૂપમાં પરિણત થાય છે. તે જ દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મનું કારણ ભાવ-કર્મ છે અને ભાવ કર્મનું કારણ દ્રવ્ય-કર્મ છે. આચાર્ય વિદ્યાનંદીએ અષ્ટસહસ્ત્રીમાં દ્રવ્ય-કર્મને આવરણ અને ભાવ-કર્મને દોષ કહેલ છે. કારણકે દ્રવ્ય-કર્મ આત્મશક્તિની પ્રગટતાને રોકે છે. એટલા માટે તે આવરણ છે અને ભાવકર્મ સ્વયં આત્માની વિભાવ અવસ્થા છે. માટે તે દોષ છે. કર્મ-વર્ગણાના પુદ્ગલ ત્યાં સુધી કર્મરૂપમાં પરિણત થતા નથી જ્યાં સુધી તે ભાવ-કર્મો દ્વારા પ્રેરિત થતા નથી. પરંતુ સાથે એ પણ સ્મરણ રાખવું જોઈએ કે આત્મામાં જે વિભાવ દશાઓ છે તેના નિમિત્ત કારણનાં રૂપમાં દ્રવ્ય-કર્મ પણ પોતાનું કાર્ય કરે છે. એ સત્ય છે કે ખરાબ મનોવિકારોનો જન્મ આત્મામાં જ થાય છે, પરંતુ તેના નિમિત્તના રૂપમાં કર્મ-વર્ગણાઓ પોતાની
ભૂમિકાનો અવશ્ય નિર્વાહ કરે છે. જે પ્રમાણે અમારા સ્વભાવમાં પરિવર્તનનું કારણ અમારા જૈવ રસાયનો અને રક્ત-રસાયનોનું પરિવર્તન છે. તે જ પ્રમાણે કર્મ-વર્ગણાઓ અમારા મનોવિકારોનાં સુજનમાં નિમિત્ત કારણ હોય છે. ફરીથી જે પ્રમાણે અમારા મનોભાવોનાં આધાર પર અમારા જૈવ-રસાયનો અને રક્ત-રસાયનોમાં પરિવર્તન થાય છે તેવી જ રીતે આત્મામાં વિકારી ભાવોનાં કારણે જડ-કર્મ વર્ગણાનાં પુદ્ગલ કર્મરૂપમાં પરિણત થઈ જાય છે. માટે દ્રવ્ય કર્મ અને ભાવ-કર્મ પણ પરસ્પર સાપેક્ષ છે. પં. સુખલાલજી લખે છે કે ભાવ-કર્મના હોવાથી દ્રવ્યકર્મ નિમિત્ત છે અને દ્રવ્ય-કર્મને હોવાથી ભાવ-કર્મ નિમિત્ત છે. બંનેનો પરસ્પરમાં બીજાંકુરની જેમ સંબંધ છે. જે પ્રમાણે બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ ઉત્પન્ન થાય છે એમાં કોઈને પણ પૂર્વાપર કહી શકતા નથી. તેવી જ રીતે આમાં પણ કોઈને પણ પૂર્વાપરનો નિશ્ચય થઈ શકતો નથી. પ્રત્યેક દ્રવ્ય કર્મની અપેક્ષાએ ભાવકર્મ પ્રથમ હશે તથા પ્રત્યેક ભાવકર્મની અપેક્ષાએ દ્રવ્ય-કર્મ પ્રથમ હશે.
દ્રવ્ય-કર્મ અને ભાવ-કર્મની આ અવધારણાનાં આધાર પર જૈન કર્મ-સિદ્ધાંત કર્મનાં ભાવાત્મક પક્ષ પર વધારે બળ આપતા હોવા છતાં પણ જડ અને ચેતનના મધ્યે એક વાસ્તવિક સંબંધ બનાવવાનો પ્રયાસ કરે છે. કર્મ જડ જગત અને ચૈતન્ય જગતને જોડવાનું માધ્યમ છે. જ્યાં એક તરફ સાંખ્યયોગ દર્શનનાં અનુસાર કર્મ પૂર્ણતઃ જડ પ્રકૃતિથી સંબંધિત છે. માટે તેના અનુસાર તે પ્રકૃતિ જ છે જે બંધનમાં આવે છે અને મુક્ત થાય છે. તે જ બીજી તરફ બૌદ્ધ-દર્શનના અનુસાર કર્મ સંસ્કાર રૂપ છે. માટે તે ચૈતન્ય છે. એટલા માટે તેને માનવું પડે છે કે ચેતના જ બંધન અને મુક્તિનું કારણ છે. પરંતુ જૈન વિચારક એ એકાંગી દૃષ્ટિકોણથી સંતુષ્ટ થયેલ નથી. એના અનુસાર સંસારનો અર્થ છે : જડ અને ચેતનનો પારસ્પરિક બંધન કે તેની પારસ્પરિક પ્રભાવ-શીલતા તથા મુક્તિનો અર્થ છે : જડ અને ચેતનની એકબીજાના પ્રભાવિત કરવાના સામર્થ્યનું અર્થાત્ શક્તિનું સમાપ્ત થઈ જવું. મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા પર પ્રભાવ :
એ પણ સત્ય છે કે કર્મ મૂર્ત છે અને તે અમારી ચેતનાને પ્રભાવિત કરે છે. જેમ મૂર્ત ભૌતિક વિષયોનું ચેતન વ્યક્તિથી સંબંધ થવાથી સુખ દુઃખ આદિનો અનુભવ કે વેદના થાય છે. તેવી જ રીતે કર્મનાં પરિણામ સ્વરૂપથી પણ વેદના થાય છે માટે તે મૂર્તિ છે. પરંતુ દાર્શનિક દૃષ્ટિથી એ પ્રશ્ન કરી શકાય છે કે જો કર્મ મૂર્ત છે તો તે અમૂર્ત આત્મા પર પ્રભાવ કેવી રીતે પાડી શકે ? જે પ્રમાણે વાયુ અને અગ્નિ અમૂર્ત આકાશ પર કોઈપણ પ્રકારનો પ્રભાવ નાખી
૧. ૫. સુખલાલ સંઘવી, દર્શન અને ચિંતન, પૃ. ૨૨૪ ૨. આચાર્ય નેમિચંદ્ર ગોમ્મદસાર, કર્મકાંડ ૬
53
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org