________________
૧.
૭. જીવ
૧૩૪
-
ષદ્રવ્યોમાં જીવ દ્રવ્ય પ્રમુખ છે. આગમોમાં આના વિવિધ લક્ષણ પ્રદત્ત છે. વિશેષ રૂપમાં જે ચેતનામય હોય છે તે જીવ છે, જેમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ હોય છે તે જીવ છે, જેને સુખ-દુઃખનો અનુભવ થાય છે તે જીવ છે. જીવ જ કર્મોને બાંધે છે અને તે જ તેનાથી મુક્ત થાય છે. જીવનો જ્યારે અજીવ કર્મ પુદ્ગલોથી સંબંધ થાય છે ત્યારે તે વિભિન્ન ગતિઓમાં ભ્રમણ કરતો રહે છે તથા જ્યારે તે એનાથી રહિત થઈ જાય છે ત્યારે તેનું ભ્રમણ સમાપ્ત થઈ જાય છે, પછી તેને સિદ્ધ જીવ કહેવાય છે.
આ પ્રમાણે જીવના બે પ્રકાર કહ્યા છે -
સંસાર સમાપનક અને ૨. અસંસાર સમાપન્નક,
જે સંસારની ચાર ગતિઓમાં ભ્રમણશીલ છે તે જીવ સંસાર સમાપન્નક છે. તથા જે આ ભવ-ભ્રમણથી વિરત થઈને સિદ્ધ બની ગયા છે તે અસંસાર સમાપન્નક કહેવાય છે. જે ભવસિદ્ધિક જીવ છે તે મુક્તિ પ્રાપ્તિનાં પૂર્વે જ અસંસાર સમાપન્નક જીવોની શ્રેણીમાં આવી જાય છે. તથા જે અભસિદ્ધિક છે તે સદૈવ સંસાર સમાપન્નક જ બની રહે છે. બધા ભવસિદ્ધિક જીવોમાં સિદ્ધ થવાની યોગ્યતા હોય છે તે સિદ્ધ બની શકે છે. તથાપિ ભવ્ય જીવોથી આ લોક રહિત થતો નથી. જયંતીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે આ વાત સ્વીકારી છે.
અધ્યયન
Jain Education International
જીવ અનન્ત છે, તે નવા ઉત્પન્ન થતા નથી. તથા પહેલાના નષ્ટ થતાં નથી. તેમાં વધ-ઘટ થતી નથી. સંખ્યાની દૃષ્ટિથી તે અનન્ત છે અને અનન્ત જ રહે છે. નૈરિયક જીવોમાં વધ-ઘટ થઈ શકે છે, તિર્યંચ-મનુષ્ય અને દેવોમાં વધ-ઘટ થઈ શકે છે. પરંતુ સંપૂર્ણ જીવોની દૃષ્ટિથી તે વધતા-ઘટતા નથી, અવસ્થિત રહે છે. આ અવસ્થિતિમાં અનન્ત સિદ્ધ અને અનન્ત સંસારી જીવ ભેગા થયા છે. યદ્યપિ અનન્ત જીવોના સિદ્ધ થઈ જવા છતાં પણ અનન્ત સંસારી જીવ વિદ્યમાન રહે છે તેનો ક્યારેય અંત થતો નથી.
અસંસારસમાપન્નક સિદ્ધ જીવોને નિરાબાધ શાશ્વત સુખ પ્રાપ્ત છે, તે સુખ મનુષ્યો અને દેવોને પણ પ્રાપ્ત નથી. ઔપપાતિકસૂત્રમાં સિદ્ધોના અનુપમ સુખનું વર્ણન થયેલ છે. આ સિદ્ધ બે પ્રકારના છે - અનન્તરસિદ્ધ અને પરમ્પરસિદ્ધ. જેને સિદ્ધ થયે હજી પ્રથમ સમય પણ વ્યતીત થયો નથી તે અનન્તરસિદ્ધ છે. તથા જૈને સિદ્ધ થયે પ્રથમ સમય વ્યતીત થઈ ગયો છે તે પરમ્પરસિદ્ધ કહેવાય છે. સિદ્ધોના તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ આદિ જે પંદર ભેદ છે તે અનન્તરસિદ્ધની અપેક્ષાથી છે. અપ્રથમસમયસિદ્ધ, દ્વિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ -યાવત્- સંખ્યાતસમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનન્તસમયસિદ્ધ આદિ ભેદ પરમ્પરસિદ્ધની અપેક્ષાથી છે.
પ્રસ્તુત અધ્યયનમાં સમવાયાંગસૂત્રના અનુસાર સિદ્ધોના એકત્રીસ ગુણોનો પણ ઉલ્લેખ થયો છે જે આઠ કર્મોના ક્ષયથી પ્રકટ થાય છે. આઠ કર્મોના ક્ષયથી અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસુખ, ક્ષાયિકસમ્યક્ત્વ આદિ આઠ ગુણોને પ્રકટ થવાનું પણ બતાવ્યું છે. આ જ આઠ ગુણોના વિસ્તારમાં તે એકત્રીસગુણ પ્રતિપાદિત છે. અનન્તજ્ઞાન આદિ ગુણોથી યુક્ત અને અનન્ત સુખથી સમ્પન્ન આ સિદ્ધ ફરીથી કોઈ ગતિમાં અવતરિત થતાં નથી. તે લોક કલ્યાણના માટે પણ પુનઃ દેહધારણ કરતાં નથી. બધા સિદ્ધ જીવ લોકના અગ્રભાગમાં અવસ્થિત રહે છે. એની પોતાની અવગાહના પણ
For Private Personal Use Only
www.jainelibrary.org