________________
४७७
કદાચ અનાહારક હોય છે. નોભવસિદ્ધિક, નોઅભાવસિદ્ધિક, અલેક્શી, નોસંયત- નોઅસંયત, અયોગી, અશરીરી આદિ અવસ્થાઓ સિદ્ધોમાં હોવાથી આ અવસ્થાઓના જીવ અનાહારક જ હોય છે, આહારક નહિ.
સામાન્ય દષ્ટિથી ઉત્પત્તિના પ્રથમ સમયમાં જીવ ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે. બીજા અને ત્રીજા સમયમાં પણ ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે. પરંતુ ચોથા સમયમાં તો નિયમથી આહારક હોય છે. ચોથો સમય એકેન્દ્રિય જીવોને જ લાગે છે, બીજાને નહી. અલ્પ આહારની દ્રષ્ટિથી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયમાં અથવા ભવના અંતિમ સમયમાં બધાથી અલ્પ આહારવાળા હોય છે.
ગર્ભજ જીવના આહારના સંબંધમાં આ અધ્યયનમાં વિશેષ વર્ણન કરેલ છે, જેના અનુસાર ગર્ભમાં ઉત્પન્ન થતાં જ જીવ સર્વપ્રથમ માતાના રજ અને પિતાના શુક્રથી નિર્મિત કલુષ અને કિલ્વેિષ આહાર કરે છે. ત્યારબાદ તે માતાના દ્વારા ગૃહીત આહારના એક ભાગને ગ્રહણ કરે છે. ગર્ભમાં રહેલ જીવને મળ, મૂત્ર, કફ આદિ થતાં નથી. કારણકે તે ગ્રહણ કરેલા આહારને શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિયના રૂપમાં તથા હાડકાં, મજ્જા, વાળ, નખ આદિના રૂપમાં પરિણત કરે છે. ગર્ભમાં રહેલ જીવ કવલાહાર કરતા નથી. તે બધી તરફથી આહાર કરે છે. સંપૂર્ણ શરીરથી પરિણમે છે. સર્વાત્મના ઉચ્છવાસ લે છે. સર્વાત્મના નિ:શ્વાસ લે છે. રસરણી નાડીના માધ્યમથી તે માતાનો આહાર ગ્રહણ કરે છે.
પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાયના જીવ જ્યારે મારણાન્તિક સમુદ્રઘાત કરે છે ત્યારે તે જ્યાં ઉત્પન્ન થવું હોય ત્યાં ક્યારેક પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અને ક્યારેક પહેલા આહાર કરી પછી ઉત્પન્ન થાય છે. તે જીવ મારણાન્તિક સમુદ્ધાતથી જ્યારે દેશ (આંશિક રૂપ) થી સમવહત થાય છે ત્યારે પહેલા આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. તથા જ્યારે પૂર્ણ રૂપથી સમવહત થાય છે ત્યારે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી આહાર કરે છે.
આ અધ્યયનના ઉપસંહારમાં આહાર કરનાર જીવોનું બે પ્રકારે વર્ણન કરેલ છે જેમકે- છમસ્થ આહારક અને કેવળી આહારક. અનાહારક જીવ બે પ્રકારના કહ્યા છે - છન્મસ્થ અનાહારક અને કેવળી અનાહારક. કેવળી અનાહારક બે પ્રકારના છે - સિદ્ધ કેવળી અનાહારક અને ભવસ્થ કેવળી અનાહારક. સિદ્ધ કેવળી અનાહારક આદિ અપર્યવસિત છે. જયારે ભવસ્થ કેવળી અનાહારક બે પ્રકારના હોય છે - સયોગી- ભવસ્થ કેવળી અનાહારક અને અયોગી- ભવસ્થ કેવળી - અનાહારક.
છદ્મસ્થ આહારકનો જઘન્ય અંતરકાળ એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય હોય છે. કેવળી આહારકનો અંતરકાળ જઘન્ય ઉત્કૃષ્ટથી રહિત ત્રણ સમયનો છે. છબસ્થ અનાહારક કાળનો અત્તર બે સમય ઓછો લઘુભવગ્રહણ જેટલો છે. સયોગી ભવસ્થ કેવળીનો અનાહારક અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે. અયોગી ભવસ્થ કેવળીના અનાહારકનો અંતરકાળ નથી. આ પ્રમાણે સિદ્ધ કેવળીના અનાહારકત્વનો પણ અંતરકાળ નથી.
આહારક અને અનાહારકોની સમાનતા કરવા પર જાણી શકાય છે કે અનાહારકોની અપેક્ષાએ આહારક જીવ અસંખ્યાતગણી છે. આહારકના સંબંધમાં જે વર્ણન આ અધ્યયનમાં કરેલ છે તેનાથી વિવિધ જાણકારી મળે છે. શાકાહારમાંસાહારની અપેક્ષાએ અહીં આહારનું વિવેચન નથી, પરંતુ જે આહાર કરાય છે તેમાં અનેક ત્રસ - સ્થાવર પ્રાણી અચિત્ત હોય છે, તેનો ઉલ્લેખ અવશ્ય છે. આહાર જ ઈન્દ્રિયાદિના રૂપમાં પરિણમિત હોય છે. આનો આશય એ પણ છે કે ઈન્દ્રિયાદિની શક્તિ બનાવી રાખવા માટે પણ આહારની નિરંતર આવશ્યકતા રહે છે.
===========EW:::
WHEEEEEEE
R iministratiા: ilir initiate Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org