________________
૪૭૫.
ArtEારા
ક્ષારાણા પ્રાપણાગાધારા ડાડા નાહ્ય કડાકા Eliાણા II IIIIIમારા સારા કાપા પા પા
પા પા
પા
iitis Inditi li li niti fittithin Limit tiritri ritrett tint it tttttttttttttttttt
tiાનાના નાના નાના નાના નાના સાક્ષા: ડામ
જ્યારે શ્વેતામ્બર માન્યતાના અનુસાર કેવળી કવલાહારી પણ હોય છે. ઓજ આહાર બધા અપર્યાપ્તા જીવો કરે છે. પર્યાપ્તા થવા પર તે રોમાહાર કે પ્રક્ષેપાહાર કરે છે. મનોભક્ષી આહાર કેવળ દેવોમાં ઉપલબ્ધ હોય છે.
હીં એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જીવ જે પુદ્ગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે તે એ પુદ્ગલોને વારંવાર
iાં પરિણત કરે છે ? એના ઉત્તરનો સાર એ છે - કે જીવ જેટલી ઈન્દ્રિયોથી યુક્ત છે. તે એ આહારના પુદગલોને પોતાની-પોતાની ઈન્દ્રિયોના રૂપમાં પરિણત કરે છે. એકેન્દ્રિય જીવ પોતાના આહાર પુદગલોના પરિણ સ્પર્શનેન્દ્રિયના રૂપમાં, બેઈન્દ્રિય જીવ સ્પર્શન અને રસનેન્દ્રિયના રૂપમાં, ત્રેઈન્દ્રિય જીવ સ્પર્શન - રસના અને ધ્રાણેન્દ્રિયના રૂપમાં, ચઉન્દ્રિય જીવ ચક્ષુઈન્દ્રિય સહિત ચાર ઈન્દ્રિયો અને પંચેન્દ્રિય જીવ શ્રોત્રેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયોના રૂપમાં પરિણમન કરે છે. આ પરિણમન શુભ રૂપમાં અથવા અશુભ રૂપમાં થાય છે.
વર્તમાનમાં જે જીવ જેટલી ઈન્દ્રિયવાળા છે તે એટલી જ ઈન્દ્રિયવાળા સ્વ-શરીરનો આહાર કરે છે. અતીત કાળની અપેક્ષાએ અર્થાતુ પૂર્વભવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના શરીરોનો આહાર કરે છે. જેમ નૈરયિક જીવ વર્તમાનકાળમાં પંચેન્દ્રિય હોવાના કારણે પંચેન્દ્રિય શરીરનો આહાર કરે છે. તથા અતીતકાળની અપેક્ષાએ તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ બધા જીવોની પર્યાય ભોગવી લીધી છે માટે તેના શરીરનો પણ આહાર કરે છે.
સૂત્રકૃતાંગસૂત્રમાં આહાર - પરિજ્ઞા અધ્યયન છે તેને પણ અહીં આહાર- અધ્યયનમાં સામિલિત કરેલ છે. આહાર પરિજ્ઞા અધ્યયનમાં વનસ્પતિ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુકાય તથા મનુષ્ય અને તિર્યંચપંચેન્દ્રિયના આહારની સાથે તેની ઉત્પત્તિ, પોષણ, સંવર્ધન આદિની ચર્ચા પણ વ્યવસ્થિત રૂપમાં પ્રસ્તુત કરેલ છે. દેવો અને નારકોના આહારનું વર્ણન આહાર - પરિજ્ઞા અધ્યયનમાં નથી. વનસ્પતિકાયના જીવ પૃથ્વીયોનિક, વૃક્ષયોનિક, અધ્યારોહયોનિક, તૃણયોનિક, ઔષધિયોનિક, હરિતયોનિક, ઉદકયોનિક આદિ વિવિધ પ્રકારથી ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારનાં ત્રસ - સ્થાવર જીવોનો આહાર કરે છે. તથા અનેક પ્રકારના ત્રસ - સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે. આ અધ્યયનમાં વનસ્પતિકાયનાં વિવિધ જીવોના નામ આપેલ છે. વનસ્પતિકાય પ્રાણીઓના વર્ણન બાદ બેઈન્દ્રિય આદિ ત્રસ પ્રાણીઓનું વર્ણન છે. તેને પણ પૃથ્વીયોનિક, વૃક્ષયોનિક, અધ્યારોહયોનિક, તૃણયોનિક, ઔષધિયોનિક, હરિતયોનિક, ઉદકયોનિક આદિ કહીને તેનામાં ઉત્પન્ન અને લબ્ધજન્મ કહે છે. તે જીવ પણ સ્થાવર અને ત્રણ-પ્રાણ શરીરનો આહાર કરે છે તથા અનેક પ્રકારના ત્રસ સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે.
મનુષ્ય અનેક પ્રકારના કહ્યા છે જેમકે- કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અન્તરદ્વીપજ, આર્ય અને સ્વેચ્છ. તે પ્રારંભમાં માતાનાં ઓજ અને પિતાનાં શુક્રથી સંતૃષ્ટ આહાર કરે છે. તદનંતર માતાના દ્વારા ગૃહીત આહારમાંથી રસહરણી નાડીના દ્વારા સાર ખેંચી લે છે. નવજાત શિશુની અવસ્થામાં માતાનું દૂધ પીવે છે. મોટા થઈને ઓદન, કુમ્ભાપ અને ત્રસ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. નાના પ્રકારના ત્રસ - સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે. જીવોના શરીર અનેક વર્ણ યાવતું અનેક પ્રકારના પુદ્ગલોથી વિરચિત હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરના ભેદથી પાંચ પ્રકારના છે. મચ્છ, કચ્છપ, ગ્રાહ, મગર અને સુંસુમાર જીવ જલચર છે. ચતુષ્પદ સ્થળચર જીવ એક ખુર, બેખુર, ગંડીપદ, સખપદ આદિ છે. સર્પ, અજગર, આસાલિક અને મહોરગ જીવ ઉરપરિસર્પ છે. ગોહ, નેવલા, સેહા આદિ જીવ ભુજપરિસર્પ છે. ચર્મપક્ષી, રોમપક્ષી, સમુગપક્ષી અને વિતતપક્ષી જીવ ખેચર છે. આ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવ સર્વ પ્રથમ માતાના ઓજ અને પિતાના શુક્રથી સંસ્કૃષ્ટ આહાર લે છે. પછી માતાના દ્વારા ગૃહીત આહારમાંથી આહાર લે છે. ગર્ભ પરિપાક થવાથી ક્યારેક ઈંડાના રૂપમાં ક્યારેક પોતના રૂપમાં ઉત્પન્ન થાય છે. પછી સ્ત્રી, પુરુષ કે નપુંસકનાં રૂપમાં ઉત્પન્ન થાય છે. નવજાત શિશુની અવસ્થામાં જલચર જીવ જલ-સ્નેહનો આહાર લે છે,
tillDi|| lillulitiliglistilllllllcilitutiH ||||||III III III III IIIIIIIEil IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII III III III III III IIIIMaariilLil illuli lluliliiialluluuull II IIIIuli Living IIIIIIIIIIIIIIIIIIIIIIIIIii iiiiiiiiiiiiiiiiiiiim Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org