________________
૫૩૯
[Li auritiાવાયદાકારા કરા
વ વામા મજાકારાના પાયા પારાશાવાઇarat
=
==1
ERA
: 5 13 ના ના
કર
ક
ર
૧૪. શરીર અધ્યયન
સંસારી જીવોનો શરીર સાથે અનાદિ સંબંધ છે. જ્યાં સુધી જીવ આઠ કર્મોથી મુક્ત થતાં નથી ત્યાં સુધી તેનો શરીરની સાથે સંબંધ બની રહે છે. આઠ કર્મોમાં પણ શરીરની પ્રાપ્તિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી નામકર્મ બાકી છે ત્યાં સુધી શરીર પ્રાપ્ત થાય છે. શરીરની પ્રાપ્તિ પણ ગતિ, જાતિ આદિના ઉદયના અનુરૂપ હોય છે. સિદ્ધ જીવોને શરીર હોતા નથી. કારણ કે તે નામકર્મ સહિત આઠ કર્મોથી મુક્ત હોય છે. શરીર રહિત હોવાને કારણે સિદ્ધોને અશરીરી કહેવાય છે. સંસારી જીવ સદૈવ સશરીરી હોય છે.
શરીર પાંચ પ્રકારના છે – ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તેજસ અને ૫. કાર્પણ. આમાંથી અલગઅલગ જીવોને અલગ-અલગ પ્રકારના શરીર પ્રાપ્ત થાય છે. ૨૪ દંડકોમાં કયા જીવને શરીર પ્રાપ્ત થાય છે તેનું પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તારથી વર્ણન કરેલ છે. પરંતુ સારાંશરૂપે એવું કહેવાય છે કે તૈજસ અને કાર્મણ શરીર બધાં જ સંસારી જીવોની સાથે હંમેશા રહે છે. જીવ એક શરીર છોડીને બીજુ શરીર ધારણ કરે છે ત્યારે વિગ્રહગતિના સમયે પણ આ બન્ને શરીર જીવની સાથે વિદ્યમાન હોય છે. ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યગતિના બધા જીવોમાં રહે છે. વૈક્રિયશરીર નૈરયિક અને દેવોમાં જન્મથી હોય છે તથા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં વિશેષ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. વિભિન્ન વિક્રિયાઓ કરવાના કારણે વાયુકાયના જીવોમાં પણ વૈક્રિયશરીર મનાય છે. આહારકશરીર માત્ર મનુષ્યોમાં જ હોય છે અને તે પણ પ્રમત્તસંયત ગુણસ્થાનવતીં ચૌદ પૂર્વધારી સાધુઓમાં પ્રાપ્ત થાય છે.
પ્રધાન, ઉદાર કે સ્થૂલ પુદ્ગલોથી નિર્મિત શરીર ઔદારિક કહેવાય છે. વિવિધ અને વિશેષ પ્રકારની ક્રિયાઓ કરવામાં સક્ષમ શરીર વૈક્રિય કહેવાય છે. એના બે પ્રકાર છે - ઔપપાતિક અને લખ્રિત્યય. દેવો અને નૈરયિકોમાં જન્મથી પ્રાપ્ત થવાને કારણે આ શરીર ઔપપાતિક કહેવાય છે તથા મનુષ્ય અને તિર્યંચોમાં લબ્ધિ વિશેષથી પ્રાપ્ત થવાના કારણે લબ્ધિપ્રત્યય કહેવાય છે. આહારક લબ્ધિથી નિર્મિત શરીર આહારકશરીર કહેવાય છે. આહારના પાચનમાં સહાયક તથા તેજોવેશ્યાની ઉત્પત્તિનો આધારરૂપ શરીર તૈજસ્ કહેવાય છે. આ તૈજસ્ પુદ્ગલોથી બનેલ હોય છે. કાર્પણ પુદ્ગલોથી નિર્મિત શરીર કાર્મણ કહેવાય છે.
આ પાંચ પ્રકારના શરીરમાં કાર્મણશરીર અગુરૂ-લઘુ છે અને બાકી ચાર શરીર ગુરૂ-લઘુ છે. શરીરની ઉત્પત્તિ જીવના ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમના નિમિત્તથી થાય છે. ઔદારિક શરીર, તૈજસ શરીર અને કાર્પણ શરીરના માટે પુદ્ગલોનો ચય નિર્વાઘાતની અપેક્ષાએ છ દિશાઓથી અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચ ત્રણ, ચાર અને પાંચ દિશાઓથી થાય છે. વૈક્રિય અને આહારક શરીરના માટે પુદગલોનો ચય નિયમથી છ દિશાઓથી થાય છે. ચયની જેમ ઉપચય અને અપચય પણ તેજ દિશાઓથી થાય છે.
શરીર જીવથી સ્પષ્ટ થાય છે કે અસ્પષ્ટ, આ શંકાનું સમાધાન સ્થાનાંગસૂત્રમાં બતાવતા કહ્યું છે કે – વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર જીવથી પૃષ્ટ થાય છે. જ્યારે દારિક શરીર જીવથી સ્પષ્ટ થતું નથી. ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ આ ચારેય શરીરને કાશ્મણ શરીરથી સંયુક્ત મનાય છે.”
જે જીવોમાં ઔદારિક આદિ શરીર ઉપલબ્ધ થાય છે. તેના આધાર પર પણ આ શરીરોના ભેદ કરાય છે. જેમ ઔદારિક શરીરના પાંચ ભેદ કર્યા છે – એકેન્દ્રિય ઔદારિક શરીર, બેઈન્દ્રિય ઔદારિક શરીર, ત્રેઈન્દ્રિય ઔદારિક શરીર,
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org