________________
ચઉરેન્દ્રિય ઔદારિક શરીર અને પંચેન્દ્રિય ઔદારિક શરીર. વૈક્રિય શરીરના બે ભેદ કર્યા છે. એકેન્દ્રિય અને પંચેન્દ્રિય. કારણ કે વૈક્રિય શરીર વાયુકાયના એકેન્દ્રિય જીવો અને દેવ નારકી આદિ પંચેન્દ્રિય જીવોમાં પ્રાપ્ત થાય છે. તે ઔદારિક શરીરની જેમ બેઈન્દ્રિયાદિ જીવોમાં પ્રાપ્ત થતાં નથી. આહા૨ક શરીર એક જ પ્રકારના છે. કારણ કે તે માત્ર મનુષ્યોમાં જ પ્રાપ્ત થાય છે. તૈજસ્ અને કાર્મણશરીર બધા સંસારી જીવોમાં પ્રાપ્ત થાય છે. ઈન્દ્રિયોની દષ્ટિથી આના પણ ઔદારિક શરીરની જેમ પાંચ-પાંચ ભેદ હોય છે એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય.
આ શરીરોના જીવોના ભેદોપભેદોના અનુસાર બીજા પણ ઘણા ભેદ બને છે. જેમ એકેન્દ્રિય ઔદારિક શરીર પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના ભેદથી પાંચ પ્રકારના હોય છે. ત્યારબાદ પણ સૂક્ષ્મ, બાદ૨, પર્યાપ્ત અને અપર્યાપ્ત આદિનાં આધાર પર અનેક ઉપભેદોમાં વિભક્ત થઈ જાય છે. આ પ્રમાણે બેઈન્દ્રિય આદિ ઔદારિક શરીર પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ઉપભેદોમાં વિભક્ત થઈ જાય છે. પંચેન્દ્રિય ઔદારિક શરીર બે પ્રકારના હોય છે. તિર્યંચયોનિક અને મનુષ્ય શરીર. તિર્યંચયોનિક પંચેન્દ્રિય શરીર પણ જલચર, સ્થળચર અને ખેચરભેદોમાં વિભક્ત થઈ જાય છે. ફરીથી તે પણ સંમૂર્છિમ અને ગર્ભજ તથા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદોમાં વહેંચાઈ જાય છે. મનુષ્ય પણ સંમૂર્છિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારના હોય છે. માટે મનુષ્યનું ઔદારિક શરીર પણ આ આધાર પર બે ભાગોમાં વિભક્ત થઈ જાય છે. આમાં ગર્ભજ મનુષ્યનું ઔદારિક શરીર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ફરી બે પ્રકારનો હોય છે.
૫૪૦
-
વૈક્રિયશરીર એકેન્દ્રિય જીવોમાં પણ માત્ર બાદર વાયુકાય જીવોમાં પ્રાપ્ત થાય છે, સૂક્ષ્મ વાયુકાયિક જીવોમાં આ શરીર પ્રાપ્ત થતું નથી. બાદર વાયુકાયિક જીવોમાં પણ માત્ર પર્યાપ્તા જીવોમાં આ શરીર હોય છે. અપર્યાપ્તા જીવોમાં થતો નથી. પંચેન્દ્રિયની અપેક્ષાએ વૈક્રિય શરીર ચારેય ગતિઓનાં જીવોમાં હોય છે. નરકગતિમાં રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત બધા નૈરયિકોમાં, તિર્યંચગતિમાં, સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્ત અવસ્થામાં આ શરીર હોય શકે છે. મનુષ્યગતિમાં આ શરીર સંખ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ અને ગર્ભજ મનુષ્યોની પર્યાપ્ત અવસ્થામાં હોય છે. દેવગતિમાં ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિક દેવોની બધી અવસ્થાઓમાં આ શરીર હોય છે. આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યક્દષ્ટિ પર્યાપ્તા અને સંખ્યાત વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં હોય છે અન્યમાં નથી થતો.
તૈજસ અને કાર્પણ શરીરોના એટલા જ ભેદ હોય છે જેટલા સંસારી જીવોના ભેદ હોય છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોની પર્યાપ્તા અને અપર્યાપ્તા આદિ અવસ્થાઓ સહિત સમસ્ત ભેદોપભેદોમાં બન્ને શરીર પ્રાપ્ત થવાથી આ બન્ને શરીરોના અનેક ભેદ કરી શકાય છે.
શરીરની ઉત્પત્તિ અને રચના બે કારણોથી થાય છે - રાગથી અને દ્વેષથી. રાગ અને દ્વેષ જ સંસારના પરિભ્રમણનું પ્રમુખ કારણ છે. આ બે કારણોને ક્રોધ, માન, માયા અને લોભના રૂપમાં ચાર પ્રકારના પણ કહ્યા છે. જીવ ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના રૂપમાં સ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. પરંતુ તેજસ્ અને કાર્યણ શરીરના રૂપમાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, આસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતાં નથી. જીવ આ શરીરોના રૂપમાં દ્રવ્યોનું ગ્રહણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધા પ્રકારોથી કરે છે.
Jain Education International
ચાર ગતિઓના જીવોમાં પ્રાપ્ત થનાર શરીરોને બાહ્ય અને આત્યંતર ભેદોમાં પણ વિભક્ત કરી શકાય છે. કાર્મણ શરીરને આત્યંતર શરીર તથા ઔદારિક અને વૈક્રિય શરીરને બાહ્ય શરીર માનવામાં આવે છે. આ દ્રષ્ટિથી નૈરયિકો અને દેવોમાં કાર્મણ નામક આત્યંતર શરીર તથા વૈક્રિય નામક બાહ્ય શરીર પ્રાપ્ત થાય છે. બાકીના બધા જીવોમાં
For Private Personal Use Only
www.jainellbrary.org