________________
૫૪૧
પણ આપ્યંતર શરીર તો કાર્મણરૂપ જ હોય છે. પરંતુ બાહ્ય શરીર ઔદારિક ઉપલબ્ધ હોય છે. બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય તિર્યંચ જીવો તથા મનુષ્યોમાં જે ઔદારિક શરીર હોય છે તેમાં અસ્થિ, માંસ, શોણિત, સ્નાયુ આદિ ઉપલબ્ધ હોય છે.
વિશેષ અપેક્ષા દ્રષ્ટિએ ઔદારિક આદિ પાંચ શરીરને જુદી રીતે બે પ્રકારે બતાવવામાં આવ્યા છે ૧. બદ્ધ અને ૨. મુક્ત. જે શરીર જીવના દ્વારા ગ્રહણ કરવામાં આવે છે તેને બદ્ધ શરીર કહેવાય છે અને જે શરીર જીવના દ્વારા વ્યક્ત છે તેને મુક્ત શરીર કહેવાય છે. જેમ નૈરિયકોમાં બદ્ધ ઔદારિક શરી૨ હોતું નથી. પરંતુ મુક્ત ઔદારિક શરીર હોય છે. કારણ કે તે ઔદારિક શરીરને છોડી દે છે. પ્રસ્તુત અધ્યયનમાં બદ્ધ અને મુક્ત શરીરની સંખ્યાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિની દ્રષ્ટિથી નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ૨૪ દંડકોમાં તે ભેદોનું વર્ણન પણ કરેલ છે.
૨૪ દંડકોમાં જે શરીર પ્રાપ્ત થાય છે તે શરીર પાંચ વર્ણ અને પાંચ રસોથી યુક્ત હોય છે. ઔદારિક શરીરથી લઈને કાર્મણ શરીર સુધી સમસ્ત શરીર પાંચ વર્ણ (કૃષ્ણ, લીલો, પીળો, લાલ, સફેદ) અને પાંચ રસ (તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો) યુક્ત મનાય છે. વર્ણાદિથી સંપન્ન હોવાને કારણે શરીર પોગલિક કહેવાય છે.
કાસ્થિતિની વૈષ્ટિએ વિચાર કરીએ તો ઔદારિકશરીરી જીવ ઔદારિક શરીરના રૂપમાં જઘન્ય બે સમય ઓછા ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ આંગળીના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રનાં પ્રદેશ પ્રમાણ રહે છે. વૈક્રિયશરીરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી વૈક્રિય શરીરના રુપમાં રહે છે. આહારકશરીરી આહારક શરીરીના રુપમાં જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. તૈજસ અને કાર્મણ શરીરી જીવ બે પ્રકારના છે ૧. અનાદિ અપર્યવસિત અને ૨. અનાદિ સપર્યવસિત. જે જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી લે છે તેની અપેક્ષાથી તૈજસ્ અને કાર્યણ શરીર સપર્યવસિત હોય છે. બાકીના જીવોની અપેક્ષાએ તે બન્ને શરીર અનાદિ અપર્યવાસિત હોય છે.
એક વાર એક શરીર પ્રાપ્ત થયા પછી ફરીથી તેવું જ શરીર પ્રાપ્ત થવાના મધ્ય વ્યતીતકાળને તે શરીરનો અંતરકાળ કહેવાય છે. અંતરકાળની દ્રષ્ટિએ પણ આ અધ્યયનમાં શરીરનું વર્ણન કરવામાં આવ્યું છે. ઔદારિક શરીરનો જઘન્ય અંતરકાળ એક સમય તથા ઉત્કૃષ્ટ અંતરકાળ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ હોય છે. જઘન્ય કાળ પૃથ્વીકાળ આદિ જીવોની અપેક્ષાથી છે તથા ઉત્કૃષ્ટ અંતરકાળ નરક અને દેવગતિના મધ્ય વ્યતીતકાળની અપેક્ષાથી છે. વૈક્રિય શરીરનો જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્ત છે તથા ઉત્કૃષ્ટ અંતરકાળ નરક અને દેવગતિના મધ્ય વ્યતીતકાળની અપેક્ષાથી છે. વૈક્રિય શરીરનો જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્ત છે તથા ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. જઘન્ય અંતરકાળનું પ્રતિપાદન પર્યાપ્તા બાદર વાયુકાયિક જીવોની અપેક્ષાથી છે અને નૈરિયક, દેવ કે પુનઃ વાયુકાયમાં આવીને મધ્ય ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પસાર કરી શકાય છે. આહારક શરીરનો અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ કંઈક ઓછા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. તૈજસ્ અને કાર્યણ શરીર કાં તો અનાદિ અનંત હોય છે કે અનાદિસાન્ત, પરંતુ આ બન્ને વિકલ્પોમાં અંતરકાળ હોતો નથી. જો તે શરીર જીવની સાથે છે તો વગર અંતરકાળના છે તથા સિદ્ધ અવસ્થામાં જીવથી જ્યારે તેનો વિચ્છેદ થાય છે તો સદૈવ માટે થઈ જાય છે.
અલ્પ બહુત્વની દ્રષ્ટિએ સર્વેથી અલ્પ આહારક શરીરવાળા જીવ છે. તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા છે, તેનાથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણા છે, તેનાથી અશરીરી (સિદ્ધ) અનન્ત ગુણા છે અને તેનાથી તૈજસ્ કાર્પણ શરીરવાળા જીવ અનન્તગુણા છે. અને તે બન્ને શરીર પરસ્પર સમાન છે. દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાએ પણ અલ્પ બહુત્વનું વર્ણન કરેલ છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org